અમદાવાદ : સોમવાર : દાણીલીમડા વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે સ્થાનિક ત્રણ શખ્સોએ અહિયાં કેમ બેસો છો કહીને નિર્દોષ યુવકો પર છરીથી હુમલો કરીને આતંક મચાવ્યો હતો.આ ઘટનામાં બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મધરાતે યુવકો પર ઘાતક હુમલો કરી ત્રણ શખ્સો નાસી ગયા
આ કેસની વિગત એવી છે કે દાણીલીમડા વિસ્તારમાં મોહન તલાવડી છાપરામાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા તોફીક અસ્લમભાઇ સૈયદ(ઉ.વ.૨૦)એ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સલમાન તથા ફિરોઝ પટેલ અને આદિલ કુરેશી સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તેના મિત્રોે સાથે ગઇકાલે મોહન તલાવડી મીરચી કારખાના પાસે રાતે બેઠો હતો.જ્યાં રાતે ૧ વાગે આરોપીઓએ આવીને તમો લોકો અહિયંાં કેમ બેસો છો કહેતા યુવકે અમે તો નિયમીત બેસીએ છીએ તેમ કહેતા ફરિજ પટેલ અહિયાં બેસવાનું કહીને ઉશ્કેરાઇ ગયો હતો અને છરીથી હુમલો કરતા ફરિયાદીનોે મિત્ર ઘાયલ થયો હતો.ફરિયાદી છોડવવા વચ્ચે પડતાં તેના ઉપર પણ હુમલો કરીને આરોપીઓ નાસી ગયા હતા.આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.