પંજાબ ગાયક મૂસેવાલા હત્યાના 2 શકમંદ શૂટર પુણેના હોવાની શંકા

133

મુંબઇ : પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની પંજાબના માનસામાં ધોળેદિવસે ગોળીઓ છોડી હત્યા કરવામાં આવી હતી.આ ઘટના બાદ પોલીસે મૂસેવાલાની હત્યાના આરોપીઓને શોધી કાઢવાના જોરદાર પ્રયાસો આદર્યા છે.જેમાં બે શકમંદ આરોપીઓ મહારાષ્ટ્રના પુણેના શૂટર હોવાની ચર્ચા ચાલી રહી છે.જે બે જણના નામ બહાર આવ્યા છે તેમાં સંતોષ જાધવ અને સૌરવ મહામલનો સમાવેશ થાય છે. મૂસેવાલાની હત્યા પ્રકરણે આઠ લોકોના ફોટા બહાર આવ્યા છે જેમાંથી એકની દહેરાદૂનથી ધરપકડ કરવામાં આવી છે.જ્યારે સંતોષ અને સૌરવ પુણેના વતની છે.

આ સમગ્ર પ્રકરણે પુણે પોલીસના એસ.પી.અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે આ કેસમાં સંતોષ જાધવની સંડોવણી હોવાની વાત તેમને મીડિયાના અહેવાલોથી જાણવા મળી હતી.જાધવ સામે મંચર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુના સાથે કુલ ચાર ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે.દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે હજી સુધી આ બાબતે પંજાબ પોલીસ તરફથી તેમને કોઇ વિગત આપવામાં આવી નથી.અમે સામેથી પંજાબ આજે સવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.આ બાબતે અમે તેમના પ્રત્યુતરની રાહ જોઇ રહ્યા છીએ.

સંતોષ જાધવનું નામ મંચરના જ અન્ય એક ગુનેગાર ઓમકાર ઉર્ફે રાણ્યા બાળખેલેની હત્યામાં સામે આવ્યું હતું.ત્યારથી સંતોષ જાધવ ફરાર થઇ ગયો હોઇ પુણેની ક્રાઇમ બ્રાન્ચ તેની શોધ ચલાવી રહી છે. તેની સામે કડક મકોકા કાયદા લાગુ કરવામાં આવ્યો છે.૨૦૨૧માં ઓમકારની હત્યા કર્યા બાદ તે રાજસ્થાન-પંજાબ તરફ ભાગી છૂટયો હતો જ્યાં તે સક્રીય હતો અને રાજસ્થાનના ગંગાનગરમાં હત્યાના પ્રયત્નનો ગુનો પણ તેની સામે નોંધાયો છે.

Share Now