મુંબઇ : ઇસ્લામ ધર્મના ધર્મગુરુ મોહમંદ પયંગબર માટે વાંધાજનક ઉચ્ચારણો કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયેલાં રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને મુંબઈમાં તેમની વિરુદ્ધ આ પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવશે એમ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ જણાવ્યું છે.તાજેતરમાં જ્ઞાાનવાપી મુદ્દેે યોજાયેલી એક ટીવી ચર્ચા દરમ્યાન નૂપુર શર્માએ વાંધાજનક નિવેદન કરતા મુબઈના ંરઝા એકેડમીના જોઇન્ટ સેક્રેટરી ઇરફાન શેખે પાયધૂનીમાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે નૂપુર સામે ધાર્મિક લાગણી દૂભવવાના ગુનાસર આઇપીસીની કલમ ૧૫૩ એ અને ૫૦૫(૨) હેઠળ ગુનો નોંધ્યોે હતો.
બીજી તરફ નવી દિલ્હીમાં નૂપુર શર્માએ તેના પર જીવનું જોખમ હોવાની રજૂઆત કરતાં પોલીસે તેને ધમકીઓ આપનાર સામે પોલીસ ફરિયાદ નોંધી હતી.વિવાદાસ્પદ નિવેદન બાદ શર્માએ જણાવ્યુું હતું કે તેને મોતની ધમકીઓ મળી રહી છે.પોલીસે જણાવ્યું હતું કે એફઆઇઆરને આધારે અમે આ મામલે તપાસ કરીશું.નૂપુર શર્માએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેના પર તથા તેના પરિવાર પર જીવનું જોખમ હોવાથી તેના સરનામાને જાહેર ન કરવાની પ્રસારમાધ્યમોને વિનંતી કરી હતી.નૂ પુર શર્માના આ નિવેદનને કારણે આરબ વિશ્વમાં રોષ ફાટી નીકળ્યો હતો જેને પગલે નૂપુર શર્માને પક્ષના સામાન્ય સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.સસ્પેન્શન બાદ નૂપુર શર્માએ તેના નિવેદનથી કોઇની લાગણી દૂભાઇ હોય તો તે નિવેદનને પોતે પાછું ખેંચી રહી છે તેવી જાહેરાત કરી હતી.તેણે જણાવ્યું હતું કે મારો ઇરાદો કોઇની ધાર્મિક લાગણી દૂભવવાનો નહોતો.કોંગ્રેસે આ મુદ્દે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ભાજપે આ નાટકો કર્યા વિના પક્ષમાં રહેલાસમાજવિરોધી તત્વોની ધરપકડ કરવી જોઇએ.