હવે સેનાની ત્રણેય પાંખના કાર્યરત કે નિવૃત્ત વડાઓ CDS બની શકશે

124

નવી િદલ્હી : કેxન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચીફ ઓફ ડિફેન્સ(સીડીએસ)ના હોદા પર નિમણૂકના નિયમોમાં મહત્વના ફેરફારો કર્યો છે.મંત્રાલયે મંગળવારે સીડીએસના હોદા માટે પાત્રતા ધરાવતાં અધિકારીઓના દાયરાને વિસ્તૃત કરીને નવા દિશાનિર્દેશ જારી કર્યા છે.હવે આ નિયમ હેઠળ નૌસેના અને વાયુસેનામાં સેવારત લેફ્ટેનેન્ટ જનરલ અથવા તેમની સમકક્ષ હોય તેવા અધિકારીઓ પણ સીડીએસ બની શકે છે.આ દિશાનિર્દેશ સેનાની ત્રણેય પાંખોના બીજા ક્રમના શ્રેષ્ઠ સક્રિય રેન્કના અધિકારીઓ માટે પોતાના સેના પ્રમુખ-વાયુસેના પ્રમુખ અને નૌસેના પ્રમુખ જેવા વરિષ્ઠ અધિકારીઓને‘સુપરસીડ’કરીને સીડીએસ બનવાનો માર્ગ મોકળો કરે છે.

પાત્રતા માનદંડમાં વધુ એક મહત્વનો ફેરફાર કરાયો છે કે તાજેતરમાં જ રિટાયર્ડ સેના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ આ હોદા માટે પાત્ર હશે.જોકે તે માટે વયમર્યાદા ૬૨ વર્ષ નક્કી કરાઇ છે.દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું ગત વર્ષે ડિસેમ્બરમાં તમિલનાડુમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયેલા મોત બાદ નિયમોમાં આ ફેરફારો કરાયા છે.આ હેલિકોપ્ટરમાં જનરલ બિપિન રાવતના પત્ની અને સેનાના કેટલાક મોટા અધિકારીઓને જીવ ગુમાવવો પડ્યો હતો.ત્યારથી સીડીએસનો હોદો ખાલી છે.

દરમિયાન સેનાની ત્રણેય પાંખોના વડાઓ બુધવારે બપોરે નેશનલ મીડિયા સેન્ટરમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે.આ પ્રેસ કોન્ફરન્સ સરકારની મહત્વની નીતિઓ અંગે હશે.એવું પણ બને કે સેનાની ત્રણેય વડા,ટૂર ઓફ ડ્યુટીનું એલાન કરે,જેની હેઠળ ૪૦થી ૫૦ હજાર જવાનોની ભરતી થશે.તેમની નોકરીનો કાર્યકાળ સાડા ત્રણથી ચાર વર્ષ હશે.ચાર વર્ષની નોકરી પછી ૭૫ ટકા લોકો બહાર નીકળી જશે,જ્યારે ૨૫ ટકા લોકો સેનામાં ચાલુ રહી શકશે.આશરે બે-અઢી વર્ષથી સેનામાં કોરોનાને કારણે જવાનોની ભરતી થઇ શકી નથી.૬૨ વર્ષથી ઓછી વયના કોઇપણ કાર્યરત કે નિવૃત્ત લેફ્ટેનન્ટ જનરલ,એર માર્શલ અને વાઇસ એડમિરલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દાને પાત્ર રહેશે.સરકારે સેનાના ત્રણેય પાંખના કાયદા હેઠળ અલગ જાહેરનામું બહાર પાડ્યું હતું.

Share Now