એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવતાં 18મીથી અચોક્કસ મુદતનુ માસ સીએલ મોકૂફ

123

સુરત : તા.8 જુન 2022,બુધવાર : પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તા.18મીથી અચોક્કસ મુદતનું માસ સીએલનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.એસટી કર્મચારી મંડળના માન્ય ત્રણેય સંગઠનોએ સરકાર સાથે વાર્તાલાપ બાદ સમાધાન થતાં આ નિર્ણય લીધો છે.ડ્રાઈવર અને કંડકટરના ગ્રેડ પેના સુધારાનો અમલ,11 ટકા મોંઘવારી ભથ્થાની દરખાસ્ત,હકક રજાનું ત્વરીત રોકડમાં ચુકવણું કરવા,બદલી અંગેનો પરિપત્ર-2007 રદ કરવા,ડ્રાયવર કમ કંડકટર કે જે બંન્ને ફરજો બજાવે છે,તેમના ગ્રેડ પેમાં સુધારો કરવા સહિતના અન્ય પડતર પ્રશ્નોના મુદ્દે ત્રણેય માન્ય સંગઠનોની મિટીંગ સરકારના પ્રતિનિધિઓ સાથે થઈ હતી.જેમાં મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.બાકી રહેતા મુદ્દાઓ બાબતે સંકલન સમિતિ સાથે તબકકાવાર મિટીંગો યોજીને તમામ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે.સમજુતિ અન્વયે તા 02-06-202 2ના પત્રથી સંકલન સમિતિ દ્વારા જાહેર કરેલ આંદોલનાત્મક કાર્યક્રમ સંમતિથી મોકૂફ રાખવા નિર્ણય કરવામાં આવે છે,એમ અનિલ નિષાદે કહ્યું હતું.

Share Now