સુરત : એકમોને પ્રદુષણના નિયમ હેઠળ રેડ,ઓરેન્જ કે ગ્રીન કેટેગરીમાં આવતા હોય તેના આધારે સાઇટીંગ ક્રાઇટેરીયાના માપદંડો લાગુ પડશે.નવા સાઇટીંગ ક્રાઇટેરીયા બનાવવા માટે ચેમ્બર દ્વારા ઘણા વખતથી રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવતી હતી.અત્યાર સુધી જીપીસીબી પરિપત્રમાં દર્શાવેલ શરતોને આધિન સાઇટીંગ ક્રાઇટેરીયા પ્રમાણે કન્સેન્ટ ટૂ એસ્ટાબ્લીશ અને કન્સેન્ટ ટૂ ઓપરેટના એનઓસી આપવામાં આવતાં હતાં.જીપીસીબીએ જાહેર કરેલાં નવા સાઇટીંગ ક્રાઇટેરીયા મુજબ ઉપરોકત પરિપત્ર રદ કરવામાં આવ્યો છે.
જીપીસીબી દ્વારા રિવાઇઝ કરવામાં આવેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં તા.૫મીના રોજ ગુજરાત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયા પ્રતિનિધી મંડળ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.હવે પછી એકમોને પ્રદુષણના નિયમ હેઠળ રેડ,ઓરેન્જ કે ગ્રીન જે કેટેગરીમાં આવતા હોય તેના આધારે સાઇટીંગ ક્રાઇટેરીયાના માપદંડો લાગુ પડશે.આને કારણે ચેમ્બર દ્વારા વિવિધ સ્તરે કરવામાં આવેલી માંગણીઓનો સુખદ અંત આવ્યો છે,જેનો લાભ હવે ઉદ્યોગકારોને મળશે, એમ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે.