બારડોલી : ચાંપાનેરી રાજપૂત તેલાડી ધોબી સમસ્ત પંચ બારડોલીની વાર્ષિક સાધારણ સભા શ્રી રાધાકૃષ્ણ મંદિર બારડોલી મુકામે યોજાઇ હતી.જેમાં સૌપ્રથમ કોરોનામાં મૃત્યુ પામેલા દેશ અને સમાજના સભ્યોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.સભામાં સમાજના તેજસ્વી તારલાઓને ઈનામ અને નોટબુકની વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમાજના વડીલો ઠાકોરભાઈ ચૌહાણ,સુમનભાઈ ચૌહાણ,ચંદ્રકાન્ત ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી હતું.આ ઉપરાંત સભામાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતની મુશ્કેલી વગર આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે હિમેશ ચૌહાણ, પ્રિતેશ રાજપૂત અને ગણપત રાજપૂતે સમાજ તરફથી સહાયની જાહેરાત કરી હતી.મિટિંગનું સંચાલન મંત્રી પિયુષ રાજપૂતે કર્યું હતું અને આભારવિધિ ઉપપ્રમુખ મોહનીશ ચૌહાણે કરી હતી.