બારડોલીમાં ગાયત્રી મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે

134

બારડોલી : બારડોલીના જે.પી.નગરમાં આવેલા ગાયત્રી પ્રજ્ઞા મંદિર ખાતે આગામી 10મી જૂનના રોજ ગાયત્રી જયંતિ,ગંગાદશેરા,ગુરુદેવના નિર્વાણ દીવા અને ગાયત્રી મંદિરના 22માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.મુખ્ય કાર્યક્રમ પૂર્વે ગુરુવારના રોજ બપોરે 2 થી 5 વાગ્યા દરમ્યાન વિશ્વ કલ્યાણાર્થે ગાયત્રીમંત્રના અખંડ જપ કરવામાં આવશે.

શુક્રવારે સવારે 8 વાગ્યે ગાયત્રી મંત્રની ધૂન સાથે કાર્યક્રમની શરૂઆત થશે.બ્રહ્મસંધ્યાથી શરૂ કરી ષોડશોપચાર સર્વે પર્વોનું પૂજ થશે.આ પ્રસંગે વેદમાતા,દેવમાતા અને વિશ્વમાતા ગાયત્રીનું પૂજન સૌ ભાવિક ભક્તો સાથે રહીને કરશે.ત્યાર બાદ વાહન હંસ તથા ગંગા અવતરણ,ગંગામાતાનું ગંગોત્રીના જળ સાથે પૂજન થશે.શાંતિકુંજ આશ્રમના સુવર્ણજયંતિ 2022ના પ્રસંગે 21મી જૂનના યોગ દિવસ ઉપરાંત વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરી શ્રવણ માસમાં યથાયોગ્ય જગ્યાએ વૃક્ષો લગાવો જીવન બચાવોના સૂત્રો સાથે ગાયત્રી મહાયજ્ઞ,સંસ્કારો,ગાયત્રી દીપયજ્ઞ,24 દીવાની સામૂહિક આરતી,પૂજન અર્ચન થશે.ઘરે ઘર નૈનો યજ્ઞ ગૌદીપક સાથે થશે.આ ઉપરાંત 13મી જૂનથી શરૂ થતાં 2022-23ના શૈક્ષણિક વર્ષ નિમિત્તે વિદ્યારંભ સંસ્કાર(ધો.1 થી 8) થશે.નોટબુક,પેન્સિલ,કંપાસ,જરૂરી ફીની મદદ યથાયોગ્ય વિદ્યાર્થીઓને કરવામાં આવશે.તેમજ વિધવા મહિલાઓને આર્થિક મદદ કરવામાં આવશે.જે.પી.નગરના આ કેન્દ્રની શરૂઆત 1981માં મથુરાના પૂ.લીલાપતજી શર્માના શુભ હસ્તે થઈ હતી.જેના 42 વર્ષ પૂર્ણ થશે.

Share Now