મુંબઈ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની મિથાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી છે.મિથાલી રાજની નિવૃતિ વિશ્વ ક્રિકેટની મોટી ઘટના છે.39 વર્ષયી મિથાલીએ 8 જૂનના રોજ ટ્વિટરના માધ્યમથી એક ઈમોશનલ પોસ્ટ શેર કરતા લખ્યું હતુ કે
મેં ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સીમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે.અને 23 વર્ષનો લાંબો સમય ગાળો ખાસ રહ્યો છે.આ સફર દરમિયાન કેટલાક ઉતાર ચઢાવ પણ જોવા મળ્યો હતો.દરેક સફરની જેમ આ સફર પુરો થયો.અને હુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરું છું.મિથાલીએ વધુમાં જણાવ્યું હતુ કે,જ્યારે પણ ક્રિકેટના મેદાનમાં ઉતરી છુ ત્યારે મે બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે.અને મારા વ્યકિત્વના ઘડતરમાં ક્રિકેટનો મહત્વનો ફાળો રહ્યો છે.આજે મારા ક્રિકેટના સફરનો અંત થઈ રહ્યો છે.પરંતુ ભવિષ્યમાં પણ હું ક્રિકેટ સાથે સંકળાયેલી રહીશ.મિથાલી રાજ મહિલા ક્રિકેટ ટીમની બેસ્ટ ખેલાડી રહી છે.મિથાલીએ એકદિવસીય ક્રિકેટમાં સૌથી વધુ રનનો રિકોર્ડ પોતાના નામ કર્યો છે.અને મિથાલીએ લાંબા સમય સુધી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યુ છે.