છત્તીસગઢની યુવતીને સુરત બોલાવી દુષ્કર્મ કરનાર ટીનએજરની ધરપકડ

138

સુરત : ફેસબુકથી સંપર્કમાં આવેલી છત્તીસગઢની યુવતીને સુરત બોલાવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરનાર ફૂલવાડીના લબરમૂછીયાની મહિધરપુરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ફૂલવાડી ભરીમાતા રોડ નરમાવાલા કોટેજીસ એ/37 રો 3 ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા અને ટાઇલ્સનું કામ કરતા 19 વર્ષીય મો.ઈમરાન રાઝા અજમુલ્લાહ રાઈનની આઠ મહિના અગાઉ ફેસબુકે ઉપર છત્તીસગઢની 19 વર્ષીય યુવતી સાથે મિત્રતા થઈ હતી.મિત્રતા પ્રેમમાં પરિણમતા ઈમરાને યુવતીને લગ્નનો વાયદો કરી સુરત બોલવતા તે પરિવારને જાણ કર્યા વિના ગત 1 એપ્રિલના રોજ સુરત આવી હતી અને સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રોકાઈ હતી.ઈમરાન યુવતીને મળવા હોટલમાં ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.યુવતી બાદમાં વતન પાછી ચાલી ગઈ હતી.યુવતીને ઇમરાને ફરી બોલાવતા તે 15 મે ના રોજ સુરત આવી હતી અને સ્ટેશન વિસ્તારની હોટલમાં રોકાતા ઇમરાને ફરી તેને મળવા જઈ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો.જોકે,બે દિવસ અગાઉ યુવતી ઇમરાને બોલાવતા ફરી સુરત આવી હતી.ઇમરાને હોટલમાં જઈ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા બાદ યુવતીનો મોબાઈલ ફોન લઈ સાથે પાડેલા ફોટા અને ચેટ ડીલીટ કરી દેતા યુવતી મહિધરપુરા પોલીસ મથકે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી ઈમરાનની ધરપકડ કરી હતી.

Share Now