મહિધરપુરા પોલીસ મથકના PSI મકવાણા સસ્પેન્ડ : P.I ધુળીયાની કંટ્રોલ રૂમમાં બદલી

125

સુરત : ચોરીના આળને પગલે મેનેજરના આપઘાતના બનાવમાં માત્ર અરજીના આધારે મેનેજરને પુછપરછ માટે લાવનાર મહિધરપુરા પોલીસ મથકના પીએસઆઈ એમ.જી મકવાણાને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી પીઆઈ ધુળીયાની કંટ્રોલ રૂમમાં બદલી કરી છે.જયારે હાલ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈ ચૌધરીને મહિધરપુરા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ નંદુડોશીની વાડીમાં વિપુલ મોરડીયાની હીરાની કંપનીના મેનેજર મુકેશ ઉર્ફે મગન સોજીત્રા પર રૂ.8 લાખના હીરાની ચોરીનો આક્ષેપ થતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી.આ પ્રકરણમાં સિંગણપોર પોલીસે મૃતક મેનેજરના પરિવારના સભ્યોનું નિવેદન નોંધ્યું હતું.જયારે હીરા કંપનીના માલિક અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હતા.આ પ્રકરણમાં મેનેજરના પરિવારજનો શરૂઆતથી જ મહિધરપુરા પોલીસ મથકના પીએસઆઈ મકવાણાની પણ સંડોવણીનો આક્ષેપ કરતા હોય સિંગણપોર પીઆઈ આર.સી.વસાવાએ તે દિશામાં પણ તપાસ કરી હતી.પોલીસને તપાસમાં પીએસઆઈ મકવાણાની ભૂમિકા જણાતા તેમને જવાબ લખાવવા નોટીસ આપવામાં આવી હતી.જોકે,માત્ર અરજીના આધારે મેનેજરને પુછપરછ માટે લાવનાર પીએસઆઈ મકવાણા નોટીસ અપાયાના બે દિવસ બાદ પણ ઉપરી અધિકારી પાસે જવાબ લખાવવા ગયા નહોતા.

Share Now