સુરત : નર્મદ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પોસ્ટ ગ્રેજયુએશનમાં સીજીપીએના આધારે પ્રવેશ ફાળવવાનો હોવાથી એમ.એસ.સી પીજી ડિપ્લોમામાં ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓ પૈકી 1807 વિદ્યાર્થીઓએ સીજીપીએની તથા જે પણ વિગતો અપલોડ કરવાની બાકી હોય કે ફોર્મ ભરવાનું બાકી હોય આગામી 12 મી જુન સુધી એક તક અપાઇ છે.
નર્મદ યુનિવર્સિટી દ્વારા ઝડપથી કોલેજો શરૃ કરવા માટે થઇ રહેલી કાર્યવાહી વચ્ચે આ વર્ષે પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસક્રમ પૈકી એમ.એસ.સી પીજી ડિપ્લોમામાં છેલ્લા વર્ષનું મેરિટ ગણતરીમાં લીધા વગર પ્રવેશ સીજીપીએના આધારે આપવાનુ નક્કી કરાયુ છે.આ પ્રવેશ પ્રકિયાની તારીખ છ જુન છેલ્લી હતી.પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના બાકી હોવાથી ૧૨ મી જુન સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવાઇ છે. આ ઉપરાંત માર્કસની વિગત,જાતિ અંગેના પ્રમાણપત્ર સીજીપીએ અને અન્ય વિગતો પણ 12 મી જુન સુધી ની મુદત આપવામાં આવી છે.જેમાં સીજીપીએ અને છેલ્લા વર્ષના પરિણામની વિગતો 12 મી જુન સુધીમાં રજુ નહીં કરશે તો આવા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રકિયામાં સમાવેશ કરવામાં આવશે નહીં.