નવું ગાંધી સ્મૃતિ ભવન રૂા.૪૬ કરોડમાં બનશે : હેરીટેજ લૂક સાથે ગ્રીન બિલ્ડીંગ

117

સુરત : સુરતના કોટ વિસ્તાર નાનપુરાનું જાણીતું ગાંધી સ્મૃતિ ભવન ફરીથી બનાવવા રૂા.૪૬ કરોડના અંદાજ મ્યુનિ.ની જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મંજુર કરાયા છે.નવા ભવનનો હેરીટેંજ લૂક આપીને ગ્રીન બિલ્ડીંગ તરીકે ડેવલપ કરાશ.નવા ભવનમાં કલાકારો માટે વધુ સુવિધા રખાશે.૮૦૦ બેઠકનું ક્ષમતાનું સુરતનું પ્રથમ નાટ્યગૃહ ગાંધીસ્મૃતિ ભવન સને-૧૯૮૦માં ખૂલ્લું મુકાયું હતું.૨૦૧૦માં એકવાર રીનોવેશ થયું હતું.ત્યારબાદ સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સામે પ્રશ્નાર્થ ઉભો થતા વધુ રીપેરીંગ ખર્ચ કરવાને બદલે તોડીને નવું બનાવવા નિર્ણય લેવાયો હતો.આજે બાધકામ સમિતિની બેઠકમાં નવા ભવન માટે રૂા.૪૬ કરોડના અંદાજ મંજુર કરાયા હતા.નવા ભવનમાં રૂા.૨૦ કરોડના ખર્ચે સિવિલ વર્ક,રૂા.૫.૫૮ કરોડના ખર્ચે ઈન્ટીરીયર,રૂ।.૨ કરોડની ઓડિયો સિસ્ટમ,રૂ।.૧,૪૮ કરોડની સ્ટેજ લાઈટ અને સ્ટેજ કર્ટેઇન હશે.નવી ખુરશીઓ,રૂફ રિપેરિંગ,સ્ટ્રકચર રિપેરિંગ,ઇન્ટિરિયર વર્ક,ફિનિશિંગ વર્કની સાથે

લાઈટિંગ વ્યવસ્થા,સાઉન્ડ,ઓડિયો સિસ્ટમ અદ્યતન બનાવાશે.આવતા અઠવાડિયે પદાધિકારીઓ તેમજ જાહેર બાંધકામ સમિતિના સભ્યો નવા ગાંધી સ્મૃતિ ભવનની ડિઝાઇન અંગેનું પ્રેઝન્ટેશન નિહાળી જરૂર જણાય તો ડિઝાઈનમાં ફેરફાર સૂચવશે.ગાંધીસ્મૃતિ ભવનની ડિઝાઇન માટે સલાહકાર સમિતિ બની છે.તેમાં ગુજરાતી રંગમંચના સંજય ગોરડિયા,સિદ્ધાર્થ રાંદેરિયા,યઝદી કરંજિયા સહિતના કલાકારો ઉપરાંત સંગીતકારો,નિર્માતા,ડાયરેક્ટર વગેરે મળીને કુલ ૨૪ સભ્યો છે.સમિતિનો અભિપ્રાય લઇ ગાંધી સ્મૃતિની ડિઝાઇન તૈયાર કરાઇ છે.

Share Now