મુંબઇ : ચોમાસાના આગમન પૂર્વે રેલવે અને મહાપાલિકાએ પૂરજોશમાં તૈયારી આદરી છે એવી રીતે મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેનાં જૂહુ સ્થિત’જલ્સા’અને’જનક’બંગલામાં પાણીનું ગળતર ન થાય માટે ભારે ખર્ચ કરીને તાડપત્રીઓ લગાડી દીધી છે.ચોમાસાના ચાર મહિના દરમિયાન બંને બંગલાની ઉપર તાડપત્રીના આચ્છાદન માટે બિગ-બી તરપથી ૪થી પાંચ લાખ રૃપિયા ભાડું ચૂકવવામાં આવશે.
જૂહુમાં બિગ-બીનો’જલ્સા’બંગલો ૧૦ હજાર ચોરસ-ફૂટનો છે.જ્યારે ‘જનક’ બંગલો ૮ હજાર ચોરસફૂટમાં વિસ્તરેલો છે.જલ્સા બંગલા પર તાડપત્રી અને અમુક ભાગમાં પારદર્શક પ્લાસ્ટિક બિછાવવા માટે બે હજાર બાંબુ વાપરવામાં આવ્યા છે.બચ્ચન પરિવાર આ’જલ્સા’બંગલામાં રહે છે.જય-વીરૃના ઘર માટે એક જ કોન્ટ્રેક્ટર શોલેમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ જય-વિરુના પાત્રમાં ખરી જમાવટ કરી હતી. યોગાનુયોગ ચોમાસાના પ્રહારથી બચવા માટે અમિતાભના બંગલા પર જે કોન્ટ્રેક્ટરે તાડપત્રી બિછાવી છે તેણે જ ધર્મેન્દ્રના જૂહુ બંગલા પર તાડપત્રીનું આવરણ કર્યું છે.