કાંઠા વિસ્તારમાં કોળી પટેલ સમાજને કોઇપણ જમીન નહી ફાળવાતા રોષ

135

સુરત : કાંઠા વિસ્તારના ખજોદ,જીઆવ,આભવામાં આવેલી સરકારી જમીનોમાંથી લાખો ચોરસ મીટર જમીન સંપાદન કરી હોવા છતા સ્થાનિક કોળી પટેલ સમાજના અનેક જાહેરહિતો માટે જમીન ફાળવણી નહીં કરતા સ્થાનિક ગ્રામવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કાંઠા વિસ્તારમાં સચીન થી લઇને હજીરા સુધીના આશરે ૪૦ થી ૪૫ ગામો આવ્યા છે.આ ગામોની અંદાજે ત્રણ લાખમાંથી બહુમત વસ્તી કોળી પટેલ સમાજની છે.આ ગામોની જમીનને લઇને કાંઠા વિસ્તારના પરિવર્તન ટ્રસ્ટ દ્વારા રજુઆત કરાઇ છે કે આ વિસ્તારના કોળી પટેલ સમાજના લોકોની ખેતીલાયક લાખો ચોરસ મીટર જમીન સરકારે વિકાસના કામો માટે સંપાદન કરી હસ્તગત કરી છે.પરંતુ સમાજે માંગેલી જમીન નકારી કાઢવામાં આવી છે.જેમાં કાંઠા વિભાગ નવનિર્માણ મંડળે જીઆવની ૧૦૦ હેકટર જમીન સ્કુલ કોલેજ,હોસ્પિટલ તેમજ વિવિધ પ્રવૃતિઓ માટે માંગ કરતા નકારી કાઢવામાં આવી છે.ચોર્યાસી,કાંઠા વિભાગ યુવા કોળી સમાજે પણ જમીનો માંગી હતી.પરંતુ તમામને આપવામાં આવી નથી.બીજી તરફ આ જમીન પર અમારો પ્રથમ હક્ક બનતો હોવા છતા અલગ અલગ ઉદ્યોગોને,યુનિવર્સિટીઓને ફાળવી છે. પરંતુ કાંઠા વિસ્તારના લોકોને,કોળી પટેલ સમાજના લોકોને નહીં ફાળવતા આક્રોશ વ્યકત કર્યો હતો.

Share Now