સુરત : ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૪ જુને આવ્યા બાદ નર્મદ યુનિવર્સિટી દ્વારા ૧૧ મી જુન સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપવામાં આવી હતી.આ છેલ્લી તારીખને લઇને સેનેટ સભ્ય ભાવેશ રબારીએ રજુઆત કરી હતી કે હજુ તો વિદ્યાર્થીઓને સ્કુલમાંથી ઓરીજનલ માર્કશીટ આપવામાં આવી નથી.તો કેટલીક સ્કુલોમાંથી હજુ વિદ્યાર્થીઓને સ્કુલ લિવિગ સર્ટિફકેટ આપવામાં આવ્યા નથી. આ બન્ને વગર વિદ્યાર્થીઓના જાતિના પ્રમાણપત્ર અને સર્ટિફિકેટ મળતા નથી.આ કારણે વિદ્યાર્થીઓ ૧૧ મી જુન સુધીમાં ફોર્મ ભરી પણ દેશે તો પણ જાતિના દાખલા,નોન ક્રિમિલીયર સર્ટિફિકેટ તેમજ ઇડબલ્યુએસ ના દાખલા રજુ નહીં કરતા વિદ્યાર્થીઓને જે લાભ મળવાપાત્ર હશે તે મળશે નહીં.આથી વિદ્યાર્થીઓને સ્કુલમાંથી ઓરીજનલ માર્કશીટ અને એલ.સી આપાવમાં આવ્યા પછીના દસ દિવસ નો સમય આપવામાં આવે તો વિદ્યાર્થીઓ તમામ સર્ટિફિકેટ રજુ કરી શકે તેમ છે.આથી ૧૧ મી જુનની તારીખ લંબાવવા માંગ કરાઇ છે