સુરત : પાંડેસરામાં બિમારીના લીધે તાણ અનુભવતો યુવાન અને બેગમપુરામાં કોઇ કારણસર ટેન્શનમાં આવીને યુવાને આત્મહત્યા કરી હતી.નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં તેરેનામ રોડ પર રામેશ્વરનગરમાં રહેતા ૩૭ વર્ષીય મંગેશ સુભાષ સોનવણે આજે સવારે ઘરમાં પંખાના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.પોલીસે કહ્યુ કે મંગેશ મુળ મહારાષ્ટ્રનો વતની હતો.તેને લીવરની તકલીફ હોવાથી માનસિક તાણ અનુભવતા આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે.તેને ત્રણ સંતાન છે.આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં બેગમપુરામાં વાણીયા શેરીમાં હાતીમ એપાર્ટમેન્ટમાં રહેતો ૨૯ વર્ષીય તાહા યુસુફ વ્હોરા બુધવારે બપોરે ઘરે કોઇ કારણસર ટેન્શનમાં આવીને પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો.આ અંગે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.