વ્યંઢળો રસ્તો ભુલીને કઠવાડા પહોંચી જતા અન્ય વ્યંઢળોએ બેફામ માર માર્યો

160

અમદાવાદ : વ્યંઢળો વચ્ચે હદને લઇને અવારનવાર તકરારો થતી રહી છે.ત્યારે બુધવારે રીક્ષામાં આવેલા બે વ્યંઢળો રીક્ષામાં રસ્તો ભુલીને જતા કઠવાડા તળાવ પાસે પહોંચી ગયા હતા.આ સમયે કિન્નરોની અન્ય ગેંગ દ્વારા તેમને રોકીને મારી મારીને ફરીથી તેમના વિસ્તારમાં નહી આવવાની ધમકી આપવામાં આવ્યાની ઘટના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.ધોળકાના રનોડા ગામમાં રહેતા સુહાની દે શીતલ દે અને તેમના ગુરૂ શીતલ દે બુધવારે સાંજે કિન્નર સમાજના અગ્રણી મોના માસીને મળવા માટે ઔડાના મકાન ખાતે ગયા હતા.બાદમાં તેમને મળીેને પરત જઇ રહ્યા હતા.

તે સમયે અંધારાને કારણે રસ્તો ભુલી ગયા હતા અને ભુલથી કઠવાડા તળાવ પાસે પહોંચી ગયા હતા. જેથી તે કેટલાંક લોકોને રસ્તા અંગે પુછતા હતા. ત્યારે અન્ય એક રીક્ષા આવી હતી.જેમાં રીમજીમ દે, આલીયા દે,ઇશીતા દે અને સોનમ દે હતા.તેમણે સુહાની દે ને ધમકી આપી હતી કે તમે અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો? તેમ કહીને માર મારવાનું શરૂ કરી દીધુ હતું.આ સમયે તેમણે શીતલ દ ને પણ માર માયો હતો.જો કે આ સમયે સ્થાનિક લોકોએ આવીને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ચારેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા.આ સમયે સુહાની કાનની રૂપિયા ૧૫ હજારની કિંમતની સોની બુટી પણ લૂટી ગયા હતા.જે અંગે નિકોલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Share Now