મુંબઇ : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી થયેલી ૧૦ બેઠક માટે ૨૦ જૂનના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ મુદત ૧૩ જૂન છે.પણ આ ચૂંટણીમાં અત્યાર સુધી ૧૩ અરજી દાખલ છે.ભાજપે આ ચૂંટણીમાં પાંચ ઉમેદવાર ઉભા રાખ્યા છે.આથી આ ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે.ભાજપ પાસે હકના ૧૧૩ મત છે.આથી ૨૭ના કોટા પૂર્ણ કરવા માટે મહા વિકાસ આઘાડી સમર્થનના ૨૨ મત ફોડવા પડશે.જ્યારે કોંગ્રેસના ૪૪ મત છે.૨૭ મતનો ક્વોટા પૂર્ણ કર્યાબાદ બીજા ઉમેદવાર માટે ૧૦ મતની જરૂર પડશે.
વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પાંચ ઉમેદવાર ઉભા રાખ્યા છે.એમાં પ્રવીણ દરેકર,પ્રસાદ લાદ,રામ શિંદે,ઉમા ખાપરે,શ્રીકાંત ભારતીયનો સમાવેશ છે.આ સિવાય ભાજપના સહયોગી પક્ષ અને રયત ક્રાંતિ સંગઠનના પ્રમુખ માજી પ્રધાન સદાભાઉખોતે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી દાખલ કરી છે.આ ઉમેદવારને ભાજપે સમર્થન આપ્યું છે.આમ ભાજપે ૬ ઉમેદવાર ઉભા રાખ્યા છે.જ્યારે શિવસેનાએ બે ઉમેદવાર ઉભા રાખ્યા છે.એમાં સચિન આહિરે અને આમશા પાડવીનો સમાવેશ થાય છે.કોંગ્રેસ તરફથી ભાઇ જગતાપ અને ચંદ્રકાંત હંડોરે વિધાન પરિષદની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.એન.સી.પી.એ રામ રાજે નાઇક- નિંબાળકર તેમજ એકનાથ ખડસેને ઉમેદવારી આપી છે.આ સાથે સેફ સાઇડ તરીકે શિવાજીરાવ ગર્જેની ઉમેદવારી ભરવામાં આવી છે.