મુબઈમાં સતત બીજા દિવસે કોરોનાના 1700થી વધુ નવા કેસ

109

મુંબઈ : મુંબઈમાં સતત બીજા દિવસે કોરોનાના ૧૭૦૦થી વધુ કેસ નોંધાયા છે.૨૪ કલાકમાં વધુ ૧૭૦૨ દર્દી નોંધાતાં કોરોના કેસોમાં એકધારી વૃદ્ધિ થઈ રહી છે.રાજ્યમાં નવા ૨૮૧૩ કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા ૧૧ હજારથી પણ વધી ગઈ છે.રાજ્યમાં આજે કોરોનાના ૧૦૧૩ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે અને રાજ્યમાં અત્યારે કોરોનાના સક્રિય દરદી ૧૧૫૭૧ છે.જ્યારે મુંબઈમાં આજે કોરોનાના નવા ૧૭૦૨ દરદી નોંધાયા હતા.અને એક દરદીનું મોત થયું હતું.મુંબઈમાં આજે ૧૭૦૨ કેસ નોંધાયા તેમાંછી માત્ર ૭૮ દરદીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.બાકીના ૧૬૨૪ દરદી હોમ ક્વોરન્ટાઈન છે. જ્યારે કોરોનાના ૭૦૩ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા.આથી શહેરમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૭ ટકા થ.ું છે.શહેરમાં અત્યારે કોરોનાના સક્રિય ૭૯૯૮ દરદી હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Share Now