ઈન્ટરપોલે ગેંગસ્ટર ગોલ્ડી બરાડ, આતંકી હરવિંદર સિંહ સંધૂ માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડી

122

નવી દિલ્હી : તા.10 જૂન 2022,શુક્રવાર : આંતરરાષ્ટ્રીય એજન્સી ઈન્ટરપોલે ગેંગસ્ટર સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડી દીધી છે.સીબીઆઈએ ઈન્ટરપોલને પંજાબી ગાયક શુભજીત સિંહ સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી લેનારા ગોલ્ડી બરાડ સામે રેડ કોર્નર નોટિસ બહાર પાડવા માટે પત્ર લખ્યો હતો.જોકે આ પત્ર મૂસેવાલાની હત્યા મામલે નહીં પરંતુ વર્ષ 2020 અને 2021માં હત્યાના પ્રયત્ન તથા હત્યા મામલે ગોલ્ડી સામે જે 2 કેસ દાખલ થયા હતા તેને અનુસંધાને લખવામાં આવ્યો હતો.પંજાબ પોલીસે તે બંને કેસને આધાર બનાવીને સીબીઆઈને પત્ર લખ્યો હતો.ઈન્ટરપોલે ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા હરવિંદર સિંહ સંધૂ ઉર્ફે રિંડા સામે પણ રેડ કોર્નર નોટિસ બહાર પાડી છે.રિંડા ઉપર 8 નવેમ્બરના રોજ પંજાબના નવાંશહર ખાતે સીઆઈએની બિલ્ડિંગ પર જે આતંકવાદી હુમલો થયો હતો તેને અંજામ આપવાની આશંકા છે.ઉપરાંત તે પ્રતિબંધિત ખાલિસ્તાન સમર્થક સંગઠન બીકેએલ સાથે પણ સંકળાયેલો છે.

Share Now