ભાજપના પૂર્વ નેતા નુપુર શર્મા અને નવીન જિંદલ દ્વારા પયગંબર મોહમ્મદ અંગે વિવાદિત ટિપ્પણી ક્રિકેટ જગતમાં પણ હલચલ જોવા મળી રહી છે? ઘણા સોશિયલ મીડિયા યુઝર્સો દાવા કરી રહ્યા છે.જોકે, ઈંગ્લેન્ડના ક્રિકેટર મોઈન અલીના નામથી એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યું છે જેમાં ઓલરાઉન્ડર ખેલાડી મોઈન અલીએ ટિપ્પણી બાદ ભારતને માફીની માંગ કરી છે.
@Moeen_Ali18 હૈન્ડલ પર એટૉક ટ્વીટ કરતા કહ્યું કે, જો ભારત આ નિવેદન પર માફી નહી માંગે તો હું ક્યારેય મેચ રમવા ભારત જઈશ નહીં અને આઈપીએલનો બહિષ્કાર કરીશ.તેમજ સાથી મુસ્લિમ ભાઈઓને પણ એમ કરવા અપીલ કરીશ.આઈ લવ મોહમ્મદ P.B.U.H.જોકે, ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર મોઈન અલીના સત્તાવાર ટ્વીટર અકાઉન્ટ પર જશો તો આવી કોઈ ટ્વીટ કરી નથી.વાસ્તવમાં, મોઈન અલી ક્રિકેટરના નામનું ફેક એકાઉન્ટ છે,જેના દ્વારા ભારત વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી ભાજપના પ્રવક્તા નુપુર શર્મા દ્વારા કરવામાં આવી હતી,જેના પર વિવાદ થયો હતો.ઘણા મુસ્લિમ દેશોએ પણ તેનો વિરોધ કર્યો હતો.જોકે, ભાજપે તેના નેતાઓ નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે કાર્યવાહી કરી હતી.આમાં નુપુરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી, જ્યારે નવીનને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.