પયગંબર વિવાદ : ભારત બહારના હિન્દુ પરિવાર પર ભીડનો હુમલો

154

– એક અઠવાડિયા પહેલા દીપક સરકારનો કુનિયા બજાર વિસ્તારમાં એક ચાયની દુકાન પર કેટલાક સ્થાનિક મુસ્લિમો સાથે વિવાદ થયો હતો

નવી દિલ્હી, તા. 13 જૂન 2022, સોમવાર : પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીથી શરૂ થયેલા વિવાદના કારણે ભારતમાં રોજ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ આ વિવાદના કારણે સાંપ્રદાયિક સૌહાર્દ બગડતી જોવા મળી રહી છે.રવિવારે એક હિન્દુ પરિવારના ઘર પર ભીડે હુમલો કર્યો હતો.આ હુમલો બાગેરબાટના ચીતલમારી વિસ્તારમાં થયો હતો જેને લઈને સ્થિતિ તણાવપૂર્ણ બની હતી અને ત્યાં રહેતા હિન્દુઓમાં ભયનો માહોલ છે.

બાગેરહાટના પોલીસ અધિકારી કેએમ અરિફુલ હકે જણાવ્યું કે, ચિંગારી ગામમાં 33 વર્ષના દીપક સરકારના ઘર પર બપોરે લગભગ 2:00 વાગ્યે એક ભીડે હુમલો કર્યો હતો.તેમણે જણાવ્યું કે, આ હુમલામાં કોઈ નુકશાન નથી થયું કારણ કે, પરિવારના બધા સભ્યો ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા.આ પછી હુમલાખોરોએ કુનિયા વિસ્તારમાં રસ્તો રોકીને પ્રદર્શન શરૂ કર્યું હતું.પોલીસે દીપકગ સરકારને કસ્ટડીમાં લઈને સ્થિતિને નિયંત્રણમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સ્થિતિ વધુ ગંભીર થતા વધુ પોલીસ દળ તૈનાત કરવી પડી હતી.

પોલીસે જણાવ્યું કે, એક અઠવાડિયા પહેલા દીપક સરકારનો કુનિયા બજાર વિસ્તારમાં એક ચાયની દુકાન પર કેટલાક સ્થાનિક મુસ્લિમો સાથે વિવાદ થયો હતો.આ વિવાદ ભારતમાં ચાલી રહેલા પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીને લઈને થયો હતો. એસપી અરિફુલ હકે જણાવ્યું કે, હુમલાખોરની ભીડ ભારતની ઘટનાનો વિરોધ કરતા પાડોસી જિલ્લો ગોપાલગંજમાં આયોજિત માનવ શ્રૃંખલાથી પરત ફરી રહી હતી.

દીપકે 70 વર્ષના પાડોસી બિમલ સરકારે કહ્યું કે, ઘર પર હુમલો કરનારા સેંકડો લોકો હતા. ભીડે ઘરમાં તોડફોડ કરી અને એક ભાગમાં આગ ચાંપી દીધી હતી. પડોશી હિન્દુ પરિવારના લોકોએ ડરના કારણે તેમના મુસ્લિમ પાડોશી અનીસ રહેમાનના ઘરે આશરો લીધો હતો. લેનિન મોજુમદાર, બીવા રાની અને દીપકના કેટલાક અન્ય હિન્દુ પોડાસીઓએ જણાવ્યું કે, તેઓ હુમલા બાદ ખૂબ જ ડરી ગયા છે.

Share Now