સુરત : સુરત શહેર અને જિલ્લામાં ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે જ આજથી સ્કુલો શરૃ થતા વાલીઓની લેફટરાઇટ શરૃ થવાની સાથે જ રાબેતા મુજબનું શિક્ષણકાર્ય શરૃ થતા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.ઉનાળુ વેકેશનમાં કોરોનાની રફતાર ધીમી પડયા બાદ જેમ જેમ સ્કુલો શરૃ થવાના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ કોરોનાના કેસો વધતા જતા સ્કુલ સંચાલકો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં ટેન્શન જોવા મળ્યુ હતુ.જો કે આ ટેન્શન વચ્ચે આજથી સ્કુલો શરૃ થઇ જતા પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની ફુલ હાજરી જોવા મળી હતી.સ્કુલ સંચાલકોમાં પણ વિદ્યાર્થીઓની હાજરી જોઇને ઉત્સાહ વધી ગયો હતો.તો વાલીઓનું આજથી લઇને દિવાળી વેકેશન સુધીની લેફટરાઇટ શરૃ થઇ ગઇ છે.સૌ વાલીઓ એક જ વાત કરી રહ્યા હતા કે હવે કોરોના ના કેસો વધવા જોઇએ નહીં.