ઘેટા-બકરા પરત કરવા લાદેલી શરત સહિતનો હુકમ રદ કરવાની રીવીઝન રદ કરાઇ

216

સુરત : પાંજરોપોળને રૃા.2.50 લાખ નિભાવખર્ચ આપ્યો હોવાથી પશુની કિંમતના દોઢ ગણા બોન્ડ અને રૃા.1 લાખ જામીનગીરીનોનો હુકમ રદ કરવા માંગ થઇ હતી સુરત જિલ્લાના કામરેજ પોલીસે એનીમલ ક્રુએલ્ટી એક્ટના ભંગના ગુનામાં કબજે કરેલા ઘેંટા-બકરાના મુદ્દામાલને પરત માંગતી અરજી અંગે નીચલી કોર્ટના હુકમની કાયદેસરતાને પડકારતી રાજસ્થાન બાડમેરના પશુપાલકોની રિવીઝન અરજીને એડીશ્નલ સેશન્સ જજ અમિતાબેન વૈષ્ણવે નકારી કાઢી નીચલી કોર્ટનો હુકમને કાયદેસરનો ઠેરવી કાયમ રાખવા નિર્દેશ આપ્યો છે.

મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની તૈયબખાં ગફુરખાં તથા મુસેખાન ઈબ્રાહીમખાન દ્વારા ટ્રકમાં અનુક્રમે 171 તથા 150 ઘેટાં બકરાને જતાં કામરેજ ટોલનાકાથી ઝડપી ગુનાના મુદ્દામાલ તરીકે પશુને કબજે કરી પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.બંને પશુપાલકોએ ઘેટા-બકરા પરત સોંપવા તા.29-7-21ના રોજ કઠોર જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી.જેને ટ્રાયલ કોર્ટે માન્ય રાખી જીવિત હોય તે બકરાની કિંમત ગણીને દોઢગણી રકમના જાત મુચરકા બોન્ડ સબંધિત પોલીસ મથકમાં આપવા તથા રૃા.1 લાખ રોકડ રકમ જામીનગીરી પેટે કોર્ટમાં જમા કરાવવાની શરત લાદી હતી.

દરમિયાન પાંજરોપોળે પશુઓના નિભાવખર્ચ પેટે રૃા.2.50 લાખ લીધા હોવાથી નીચલી કોર્ટના હુકમને રદ કરવા બંને પશુપાલકોએ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી.જેના વિરોધમાં એપીપી નિલેશ ગોળવાળાએ જણાવ્યું હતું કે નીચલી કોર્ટે લાદેલી શરતો કાયદેસરની છે.જ્યારે પાંજરાપોળ તરફે વી.એ.દવેએ જણાવ્યું હતું કે એનીમલ ક્રુએલ્ટી એ સ્પેશ્યલ એક્ટ છે,સુપ્રિમ કોર્ટે પ્રાણીઓને જીવંત વ્યક્તિનો દરજ્જો આપ્યો છે.ટ્રાયલ ચાલતા વાર લાગે તેમ હોવાથી કોર્ટે મુદ્દામાલ પરત માંગતી અરજી મંજુર કરીને લાદેલી શરતો કાયદેસરની છે.એનીમલ ક્રુએલ્ટી એક્ટના નવા રૃલ્સમાં કલમ-135 મુજબ પ્રાણીઓનો નિભાવખર્ચ પ્રાણીઓના માલિકોએ પાંજરાપોળને આપવાની જોગવાઈ છે.જેથી નીચલી કોર્ટનો હુકમ કાયદેસરનો હોઈ કાયમ રાખવો જોઇએ.

Share Now