સુરત : રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે.ગુજરાતમાં સૌથી વધુ રક્તદાનમા અમદાવાદ અને સુરત શહેરના લોકો હંમેશા આગળ રહે છે.કોરોના કાળના અઢી વર્ષમાં સુરત શહેરમાં સ્વૈચ્છિક રક્તદાન 55900 વઘુ રક્તદાતાઓએ રકત દાન કર્યુ હતુ.જેમાં 1848 મહિલાઓ પણ સ્વેચ્છિક રક્તદાન કર્યું હતું.
દર વર્ષે રક્તદાન અંગે જાગૃતિ આવે તે માટે 14 જૂને,વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવે છે.સુરત શહેરમાં કોરોના વકરી રહ્યો હતો તે સમયે રક્તદાન શિબિરનું આયોજન એકદમ ઓછું થઈ જવાથી જુદા જુદા લોહીના ગુપની તીવ્ર અછત જોવા મળી હતી.બાદમાં કોરોના ગતિમંદ પડતા શહેરની ઘણી સેવાભાવી સંસ્થાઓને અને સ્વૈચ્છિક રક્તદાતાઓ રક્તદાન કરતું હોવાથી તેમની થોડી તકલીફમાં ઘટાડો થયો હતો. સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના નિતેશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન એટલે કે વર્ષ 2020 થી 2022ના આજ દિન સુધીમાં અમારા કેન્દ્રમાં 55900 રક્તદાતાએ રક્ત દાન કર્યુ હતું.જેમાં 54052 પુરૃષો અને 1848 મહિલાઓને સ્વૈચ્છિક રક્તદાન કરી જરૃરતમંદોને મદદરૃપ થયા હતા.