SMCના 3391 આવાસનું કામ પુર્ણતાના આરે ઃ ડ્રો માટે PM ટાઇમ આપે તેની વાટ

128

સુરત : સુરત મ્યુનિ.વિસ્તારમાં પાલિકા દ્વારા જુદી જુદી યોજના હેઠળ ઘર વીહોણા લોકો માટે આવાસ બનાવવાની કામગીરી થઈ રહી છે.હાલમાં સુરત મ્યુનિ. વિસ્તારમાં 3391 જેટલા આવાસ બની રહ્યાં છે અને મોટાભાગની કામગીરી જલ્દી પુરી થાય તેમ છે.આ કામગીરી પૂરી થાય તે પહેલા પાલિકા ડ્રો કરી દે અને લોકો લોનની કામગીરી શકે છે.આ આવાસના ડ્રો માટે પાલિકા વડા પ્રધાનનો સમય મળે તેવી રાહ જોઈ રહી છે.

સુરતના મહત્વના એવા ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે અને સંભવતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરે તેવું આયોજન થઈ રહ્યું છે.આ સાથે સાથે સુરતના રીવર ફ્રન્ટ નું ખાત મુર્હૂત કે અન્ય મોટા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાત મુર્હૂત માટે આયોજન થઈ રહ્યું છે.આ પ્રોજેક્ટ સાથે સાથે વડા પ્રધાનના સપનું એવા દરેક લોકોના ઘર માટે પણ ડ્રો થઈ શકે તેમ છે.સુરત મ્યુનિ.વિસ્તારમાં હાલમાં ૩૩૯૧ જેટલા આવાસ ની કામગીરી તબક્કાવાર પુરી કરવા માટે આયોજન થઈ રહ્યું છે.આ કામગીરી પૂરી થાય તે પહેલાં પાલિકા ડ્રો કરે છે અને ત્યાર બાદ લાભાર્થીઓ લોન ની પ્રોસેસ કરતાં હોય છે.3391 માંથી મોટા ભાગના આવાસ ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.જો અન્ય પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન વહેલો સમય ફાળવે તો આ આવાસના ડ્રો ની કામગીરી તેની સાથે ઝડપી બની શકે છે.ડ્રો થયા બાદ કામગીરી પણ તાકીદે પુરી કરવામાં આવે તો ૩૩૯૧ પરિવારોને છત મળી શકે તેમ છે.

Share Now