દેશમાં એક જ સપ્તાહમાં કોરોનના ૫૦,૦૦૦ દર્દીઓ સામે આવ્યા

120

નવી દિલ્હી : દિલ્હી,મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના ૫૦,૦૦૦૦ દર્દીઓ સામે આવ્યા છે.જાન્યુઆરીમાં આવેલ ત્રીજી લહેર પછી ફરીથી નવા કેસ વધી રહ્યાં છે.કેરળમાં પોઝિટીવ રેટ ૧૩ ટકા,મહારાષ્ટ્રમાં સાત ટકા,દિલ્હીમાં ચાર ટકાએ પહોંચી ગયો છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર દેશના ૧૭ જિલ્લા એવા છે જ્યાં પોઝિટીવ રેટ ૧૦ ટકાથી વધારે છે.જ્યારે ૨૪ જિલ્લામાં પોઝિટીવ રેટ પાંચ થી દસ ટકાની વચ્ચે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા અનુસાર જો પોઝિટીવ રેટ પાંચ ટકાથી વધારે રહે તો માનવામાં આવે છે કે સંક્રમણ બેકાબુ થઇ ગયોે છે.

જો કે સંક્રમણ વધવા છતાં નિષ્ણાતોનું માનવું છે કે ગભરાવવાની જરૃર નથી.વેક્સિનેશન પર બનેલ નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગુ્રપના ચેરમેન ડો.એન કે અરોડાએ જણાવ્યું છેક ે અત્યાર સુધી કોઇ નવું વેરિઅન્ટ મળી આવ્યું નથી.સંક્રમણ મેટ્રો સિટી અને ગીચ વસ્તીવાળા વિસ્તારો સુધી સામિત છે.આ દરમિયાન આજે દેશમાં કોરોનાના નવા ૮૦૮૪ કેસ નોંધવામાં આવ્યા હતાં.આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૨,૩૦,૧૦૧ થઇ ગઇ છે.ચાર મહિના પછી દૈનિક પોઝિટીવ રેટ ત્રણ ટકાને પાર થઇ ગયો છે.

વધુ દસ લોકોનાં મોત નોંધાતા અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વધીને વધીને ૫,૨૪,૭૭૧ થઇ ગયો છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૩૪૮૨ કેસોનો વધારો થયો છે.દૈનિક પોઝિટીવ રેટ વધીને ૩.૨૪ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ વધીને ૨.૨૧ ટકા થઇ ગયો છે.કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૧૯૫.૧૯ કરોડને પાર થઇ ગઇ છે.છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા દસ મોત પૈકી કેરળમાં ત્રણ,દિલ્હીમાં ત્રણ,મહારાષ્ટ્રમાં બે તથા મિઝોરમ અને પંજાબમાં એક-એક મોત નોંધવામાં આવ્યું હતું.આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યું છે કે કોરોના મહામારી હજુ સુધી સમાપ્ત થઇ ન હોવાથી રાજ્ય સરકારો અને લોકોને એલર્ટ રહેવાની જરૃર છે.આજે તેમણે રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક યોજી હતી

Share Now