બારડોલી : ગત અઠવાડિયે સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલીમાં રહેતા રાજસ્થાની પરિવારની પરણીતાં તેમાં બાળકો સાથે ફ્લેટમાં સૂતી હતી ત્યારે ગેલેરી માંથી ફ્લેટમાં પ્રવેશેલા તસ્કરે સોનાચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ મળી 94 હજારથી વધુની મતા ચોરી ભાગી છૂટ્યો હતો ઘટના બાબતે કડોદરા પોલીસે ગુન્હાના બનાવ અંગે તપાસ દરમિયાન એક આરોપીને ઝડપી ઘરેણાં ખરીદનાર સહિત બે ની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે
મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનનાં જૂજનું જિલ્લાના અને હાલ પલસાણા તાલુકાના વરેલી ખાતે આવેલ રાધિકા રેસિડેન્સીના ફ્લેટ નંબર 201માં રહેતા રાકેશકુમાર રામકુમાર જાખડ(ઉ.વ.35) ને ત્યાં ગત 26 મેં ના રાત્રીના સમયે રાકેશકુમારની પત્ની રવિતા ફ્લેટની પાછળની બાલ્કનીનો દરવાજો ખુલ્લો રાખી બાળકો સાથે સુઈ ગઈ હતી જે દરમિયાન અજાણ્યા તસ્કરો રાત્રી દરમિયાન બાલ્કની માંથી ફ્લેટમાં પ્રવેશી બેડરૂમમાં રહેલો કબાટનો દરવાજો ખોલી કબાટમાં રહેતા સોનાચાંદીના ઘરેણા જેમાં સોનાની ચેન કિં.રૂ.32,200 તેમજ ચાંદીનું બ્રેસલેટ કિ.રમ 8,900,સોનાની એક જોડી કાનની બુટ્ટી કિ.રૂ.19,000, ચાંદીના એક જોડી સાંકડા કિ.રૂ.4500,સોનાનું ગણેશજીનું પેંડલ કિ.રૂ.2200,ચાંદીની પગમાં પહેવાની વિટીઓ બે જોડી કિં.રૂ.1500,ચાંદીનું નાના બાળકનું પગમાં પહેવાનું કડું કિ.રૂ.1550,
તેમજ બેડ રૂમમાં મુકેલો વિવો કંપની મોબાઈલ કિ.રૂ.10,000 અને બેગમાં મુકેલા રોકડ 10,000 મળી 94,650 રૂપિયાની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા અંગે રાકેશકુમાર કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા કડોદરા પોલીસ મથકના પી.એ.આઈ.જનકબેન મીર ગુન્હાની તપાસ કરી રહ્યા જતા જે દરમિયાન મંગળવારે અંગત રાહે પો.કો.વિક્રમભાઈ ગંધુભાઈ તથા રમેશભાઈ કાળુભાઇ નાઓને મળેલી અંગત રાહે બાતમી આધારે તેમજ ગુન્હા દરમિયાન મળી આવેલા CCTV ફૂટેજ આધારે વરેલી ગામે શાંતિ પેલેસની પાછળની ગલીમાં બીજા માળે રહેતા મોહમદ શફીઆલમ મોહમદ શેખ (ઉ.વ.33)ની અટકાયત કરી પૂછપરછ કરતા ગુન્હાની કબૂલાત કરી હતી જેણે પૂછપરછ કબુલ્યું હતુ કે મુકેશભાઈ ગુલાબભાઈ પાટનવાડિયા(ઉ.વ.44 રહે.હરિપુરા પ્રાથમિક શાળાની બાજુમાં તા.પલસાણા જી.સુરત)ને વેચ્યું હોવાનું કબુલ્યું હતુ પોલીસે આરોપી પાસેથી 84,650 ના મુદ્દામાલની રિકવરી કરી મોહમ્મદ શહીઆલમ શેખ તેમજ મુકેશ પાટનવાડિયાની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે