નવસારી : નવસારી નાયબ વન સરંક્ષક સામાજીક વનીકરણ વિભાગના ભાવનાબેન દેસાઇના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ નવસારીના પી.બી.પાટીલ,રેન્જફોરેસ્ટ સુપાના એચ.પી.પટેલ અને સુપા રેન્જના સ્ટાફે નવસારીની એક એકવેરીયમ શોપમાં રેડ કરતાં ભારતીય સુરજ કાચબા નંગ-05 અને સ્પોટેડ પોન્ડ ટર્ટલ નંગ-01 મળી આવ્યા હતાં.જે અંગે સામાજીક વનીકરણ વિભાગ નવસારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ગુના ન્યાયની અદાલતમાં રજૂ કરી તપાસ માટે રીમાન્ડ મળતાં વધુ ત્રણ વ્યકિતઓ પાસેથી ભારતીય સુરજ કાચબા નંગ-04 કબ્જે કરી લીધા હતાં.જે બાબતે ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીના કોર્ટ દ્વારા આરોપીને છ માસ સુધી દર સોમવારે સવારે કચેરીએ હાજરી પુરાવી વાઇલ્ફ લાઇફને લગતી સામાજીક સેવા કરવાના શરત સાથે શરતી જામીન પર મુકત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.