મુંબઇમાં 99.5 ટકા કેસો ઓમિક્રોન વેરિઅન્ટના જણાયા

232

મુંબઇ : મુંબઇમાં જિનોમ સિક્વન્સિંગના બારમા રાઉન્ડમાં ૯૯.૫ ટકા કેસો ઓમિક્રોન વેરિઅન્ટના જણાયા હતા.માત્ર એક સેમ્પલ ડેલ્ટા વેરિઅન્ટનું જણાયું હતું.જિનોમ સિકવન્સિંગના બારમા રાઉન્ડમાં કુલ ૨૭૯ સેમ્પલનું સિકવન્સિંગ કરવામાં આવ્યું હતું.જેમાંથી ૨૦૨ સેમ્પલ મુંબઇના હતા અને આ ૨૦૨માંથી ૪૦ ટકા દર્દીઓ ૨૧થી ૪૦ વર્ષના વયજૂથના હતા.રસપ્રદ બાબત એ છે કે આ ૨૦૨ સેમ્પલમાંથી ૧૨૯ સેમ્પલમાં દર્દીઓ કોરોનાની રસીના બંને ડોઝ,બે જણાએ કોરોનાની રસીનો એક ડોઝ અને ૭૧ જણાએ કોરોનાની રસીનો એકપણ ડોઝ લીધો નહોતો.આમાં ત્રણ દર્દીઓમાં બીએ.૪ અને એક દર્દીમાં બીએ.૫ વેરિઅન્ટનો ચેપ જણાયો હતો.આ તમામ દર્દીઓનો ટેસ્ટ ૧૪થી ૨૪ મે દરમ્યાન કોરોના પોઝિીટવ જણાયો હતો.હાલ આ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.

Share Now