IPLથી ક્રિકેટ બોર્ડ જ નહીં ખેલાડીઓ પણ માલામાલ, 15 વર્ષમાં ક્રિકેટરોને મળ્યા 2500 કરોડ રૂપિયા

133

નવી દિલ્હી : તા.14 જૂન 2022,મંગળવાર : આગામી પાંચ વર્ષ માટે આઈપીએલના પ્રસારણ માટેના અધિકારો વેચીને ક્રિકેટ બોર્ડને અધધ..44075 કરોડ રૂપિયા મળ્યા છે.જોકે હજી પણ ઓક્શન ચાલુ છે અને સી તથા ડી પેકેજ માટે ખેંચતાણ થઈ રહી છે.

આમ બોર્ડને મળનારી રકમનો આંકડો તો હજી પણ ઉપર જવાનો છે.આઈપીએલે માત્ર બોર્ડને જ નહીં પણ ખેલાડીઓને પણ માલામાલ કર્યા છે.અત્યાર સુધીમાં આઈપીએલમાં ખેલાડીઓને સેલેરી તરીકે 2500 કરોડ રૂપિયા મળ્યા છે.2022ની સીઝન માટે ખેલાડીઓને 551 કરોડ રૂપિયા મળ્યા હતા.જે અત્યાર સુધીની સૌથી વધારે રકમ હતી.ખેલાડીઓની વાત કરવામાં આવે તો નીચેના ખેલાડીઓ સૌથી વધારે સેલેરી મેળવી ચુકયા છે.મહેન્દ્રસિંહ ધોની 164 કરોડ રૂપિયા રોહિત શર્મા 162 કરોડ રૂપિયા વિરાટ કોહલી 158 કરોડ રૂપિયા આઈપીએલની અત્યાર સુધીમાં 15 સીઝન રમાઈ છે અને તેમાં 957 મેચો રમાઈ છે.2008માં આઈપીએલ શરૂ કરવામાં આવી હતી.જેણે ક્રિકેટરોને માલામાલ કરી દીધા છે.માત્ર ભારતના જ નહીં પણ વિદેશના ક્રિકેટરો પણ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.

Share Now