ભારતીય મેન્સ ફૂટબોલ ટીમે ૨૯ વર્ષ બાદ હોંગકોંગ સામે વિજય મેળવ્યો

146

કોલકાતા : ભારતીય મેન્સ ફૂટબોલ ટીમે હોંગ કોંગ સામે ૨૯ વર્ષ બાદ વિજય મેળવતા અનોખો ઇતિહાસ રચી દીધો હતો.ઘરઆંગણે રમાયેલી એશિયન કપ ક્વોલિફાયર મેચમાં ભારતે હોંગ કોંગ સામે ૪-૦થી ભવ્ય વિજય મેળવ્યો હતો.આ સાથે ભારત તેના ગૂ્રપમાં ત્રણેય મેચ જીતીને ટોચ પર રહ્યું હતુ અને આવતા વર્ષે યોજાનારા એશિયન કપમાં ક્વોલિફાય થયું હતુ.ભારત સતત બીજા વર્ષે અને ઓવરઓલ પાંચમી વખત એશિયન કપમાં ક્વોલિફાય થયું હતુ.

હોંગ કોંગ સામેની જીતમાં ભારતના દિગ્ગજ ખેલાડી સુનિલ છેત્રીએ એક ગોલ નોંધાવ્યો હતો.જે તેની કારકિર્દીનો ૮૪મો ગોલ હતો.આ સાથે સુનિલ છેત્રીએ સૌથી વધુ ગોલ ફટકારવાના રેકોર્ડમાં હંગેરીના દિગ્ગજ ખેલાડી પુસ્કાસની બરોબરી મેળવી લીધી હતી.તેમણે પણ તેમની કારકિર્દીમાં ૮૪ ગોલ નોંધાવ્યા હતા.સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ ફટકારવામાં રોનાલ્ડો ૧૧૭ ગોલ સાથે ટોચ પર છેે.જ્યારે અલી ડાઈના ૧૦૯ ગોલ,દાહારીના ૮૯ ગોલ અને મેસીના ૮૬ ગોલ છે.જે પછી પુસ્કાસ-છેત્રીને સ્થાન મળે છે.ભારત તરફથી અનવર અલી,માનવીર સિંઘ અને ઈશાન પંડિતાએ પણ ગોલ કર્યા હતા.ભારતે આખરી મિનિટોમાં બે ગોલ નોંધાવ્યા હતા.

Share Now