સિવિલના જી-૦ વોર્ડના ICUમાં ડોક્ટર રાતે હાજર રહેતા ન હોવાની ફરિયાદ

124

સુરત : નવી સિવિલ હોસ્પિટલ જી-૦ વોર્ડમા આવેલા આઈસીયુમાં ડોક્ટર માત્ર રાઉન્ડ મારવા આવે છે.ત્યાં ડોક્ટર હાજર રહેતા ના હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા જી -૦ વોર્ડમાં એક તરફના ભાગે ડાયાલીસીસ સેન્ટર અને તેની સામે બીજા તરફના ભાગે આઈસીયુમાં આજે સવારે વેન્ટીલેટર વગરના ચારથી પાંચ દર્દી સારવાર અર્થે દાખલ હતા.

આ આઈસીયુમાં કિડની વધુ તકલીફ ધરાવતા સહિતના દર્દીઓ રાખવામાં આવે છે.આ સાથે ત્યાં ડાયાલીસીસ અંગેના દર્દીઓને રાખવામાં આવે છે.આ આઈસીયુમાં દિવસ દરમિયાન ડોક્ટર રાઉન્ડ પર આવે છે. રાત્રી દરમિયાન ત્યાં ડોક્ટર હાજર રહેતા નથી.જોકે દર્દીઓને વધુ તકલીફ થાય તો ડાયાલિસિસ સેન્ટર માંથી કે ફોન કરીને ડોકટર દ્રારા બોલાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.જયારે જી-૦ આઈસીયુમાં દાખલ દર્દીને તકલીફ નહી પડે તે માટે આજે સવારે ત્યાં ડોક્ટર હાજર રહેતા ન થી.આ અંગે નસગ સ્ટાફ દ્વારા આર.એમ.ઓ કચેરીમાં જાણ કરી હતી.સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે કહ્યુ કે આ અંગે તપાસ કરવામાં આવશે.જોકે ત્યાં જરૃર હશે.તો વ્યવસ્થા કરવામાં આવશે.

Share Now