
મુંબઈ : કેન્દ્રના પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે પ્લાસ્ટર ઓફ પેરીસની પર મૂકેલા પ્રતિબંધ અને આ બાબતના માર્ગદર્શક તત્ત્વની અમલ બજાવણી કરવામાં મુંબઈ મહાપાલિકા છેલ્લા બે વર્ષથી નિષ્ફળ રહી છે.એટલે હવે તબક્કાવાર પ્રતિબંધનો અમલ કરવા માટે આગામી ગણેશોત્સવ વખતે પ્લાસ્ટર ઓફ પેરીસ(પીઓપી)ની ગણેશ મૂર્તિઓનું વિસર્જન માત્ર કૃત્રિમ તળાવમાં જ કરવામાં આવે એવો આદેશ પાલિકા બહાર પાડે એવી શક્યતા છે.
પીઓપીની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવે અને માટીની મૂર્તિઓનું દરિયામાં,નદીમાં કે તળાવમાં વિસર્જન કરવા બાબતનો નિર્ણય ટૂંક સમયમાં જારેહ થશે એવું જાણવા મળ્યું છે.પ્રદૂષણમાં અસહ્ય વધારો કરતા પ્લાસ્ટર ઓફ પેરીસના વપરાશ પર કેન્દ્રના પ્રદૂષણ નિયંત્રણ મંડળે ૨૦૨૦માં પ્રતિબંધ મૂક્યો હતો.પરંતુ ટૂંકા ગાળામાં પર્યાવરણપૂર્વક મૂર્તિઓ મોટી સંખ્યામાં તૈયાર કરવાનું શક્ય ન હોવાથી તેમ જ તૈયાર કરીને રાખેલી પીઓપીની મૂર્તિઓનું શું કરવું એવો પ્રશ્ન ઊભો થતા આ આદેશના અમલની મુદત વધારવામાં આવી હતી.