બારડોલી : બે દિવસ અગાઉ સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન નોકરીએ જતા બે GRD સગા ભાઈઓને રાત્રી દરમીયાન મોટરસાયકલ પર આવેલા ઈસમો ચપ્પુ મારવાની ઘટનામાં ત્રીજા દિવસે પોલીસે ગુનેગારોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલાયા હતા ઉમરપાડા તાલુકાના સેવલાણ ગામે ત્રણ રસ્તા પર બુધવારે મોડી રાતે ફરજ પર જઈ રહેલા GRD માં ફરજ બજાવતા બે સગા ભાઈઓ દિલીપભાઈ અને હિંમતભાઈને એફ ઝેડ મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ શ્ર કે.જે.ધડુક,પોલીસ ઇન્સપેક્ટર.
એલ.સી.બી તેમજ એમ.એમ.ગીલાતર,પોલીસ ઈન્સ્પેક્ટર,એસ.ઓ.જી તથા એ.ડી.ચાવડા,પોલીસ ઈન્સ,પેરોલ ફર્લો સ્કોડ નાઓએ સયુકત રીતે પોલીસ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત ગુનામા ગ્રામરક્ષક દળના જવાન ઉપર હુમલો કરનાર અજાણ્યા આરોપીઓને સત્વરે ઝડપી પાડવા જરૂરી દીશા સુચન અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી આરોપીને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા.જે દરમ્યાન વી.આર.દેસાઈ.પોલીસ સબ ઈન્સ્પેક્ટર,પેરોલ ફર્લો સ્કોડ,સુરત ગ્રામ્ય તથા એસ.ઓ.જી શાખાના અ.હે.કો રણછોડભાઈ કાબાભાઈ તથા પો.કો યોગેશભાઈ શ્વવણભાઈ નાઓએ સયુક્ત રીતે ખાનગી બાતમીના આધારે ઉમરપાડામાં બે સગા ભાઈઓ GRD જવાન પર ચપ્પુ વડે કરવામાં આવેલા હુમલાના ગુનામા સંડોવાયેલ આરોપીઓ(૧)અશોકભાઈ છનાભાઈ વસાવા,
ઉ.વ.૨૦ રહે.ઈન્દલાવીગામ,નિશાળ ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા(૨)સુનીલ ઉર્ફે વિલાસ રામુભાઈ વસાવા ઉ.વ.૨૬ રહે.ઈન્દલાવીગામ,નિશાળ ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા(૩)દિપક ઉર્ફે દીપો જયસિંગ વસાવા, ઉ.વ.૨૮ રહે.ઈન્દલાવીગામ,નિશાળ ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા વાળાને યામાહા કંપનીની એફ.ઝેડ મોટર સાઈકલ નં.GJ-16-BE-5067 તથા ગુનામા ઉપયોગ કરેલ ચપ્પુ સાથે ગણતરીના દીવસમા ઝડપી પાડવામાં આવ્યા હતા