ડાંગના રંભાસ ગામેથી બાઇક ચોરનાર મહારાષ્ટ્ર થી પકડાયો

136

સાપુતારા : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા ના રંભાસ ગામે રહેતા અમીનભાઇ મંગુભાઈ ચૌધરી ઉ.વ.34 મૂળ રહેવાસી si-5 શ્રીરામ નગર સોસાયટી બારડોલી જીલ્લો સુરત ની સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે-૧૯ એઆર-૮૪૩૧ ગત ૫/૪/૨૨ ના રોજ રંભાસ ગામે ભાવડયાભાઇના મકાનની આગળ આંગણામાં પાર્ક કરેલ હતી જેની રાત્રી દરમિયાન ચોરી થઈ હતી જે અંગે અમીન ચૌધરીએ વઘઈ પોલીસ મથકે ગુનો નોંધાવતા વગરના પીએસઆઇ ડી.ડી.વસાવા અને ટીમે બાઇક ચોરનાર હરિશચંદ્ર ઉર્ફે હરીશ કચરુ શેવરે ઉ.વ.23 રહે વાજુળે તા.ડિડોરી જિ.નાસિક ને દબોચી લીધો હતો અને તેની પાસે બાઇક કબજે લઇ તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Share Now