મુંબઈમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ બીજી વાર 15%ને વટાવી ગયો

90

મુંબઈ : દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે.મુંબઈમાં ચાલુ સપ્તાહે કોરોના ટેસ્ટ પોઝિટિવિટી રેટ(ટીપીઆર)બીજી વખત 15 ટકાને વટાવી ગયો હતો. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 4,165 કેસ નોંધાયા હતા,જે અગાઉના દિવસ કરતાં થોડા ઓછા છે.રાજ્યમાં કોરોનાને કારણે ત્રણ લોકોના મોત પણ થયા હતા.રાજ્યની રાજધાની મુંબઈમાં 2,255 નવા કેસ નોંધાયા હતા અને બે લોકોના મોત થયા હતા.મુંબઈમાં કોરોના ટેસ્ટ પોઝિટિવિટી રેટ 14 જૂને 15.58 ટકા હતા.આ ઉપરાંત 16 જૂને પોઝિટિવિટી રેટ 15.11 ટકા થયો હતો.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને જૂનના પ્રથમ સપ્તાહ પછીથી દૈનિક કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો છે.જૂનના પ્રથમ સપ્તાહથી મુંબઈમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે.

Share Now