યુક્રેનને યુરોપિયન સંઘમાં ઉમેદવારનો દરજ્જો આપવા EUની ભલામણ

127

કિવ : યુરોપિયન યુનિયનના એક્ઝિક્યુટિવ એકમે શુક્રવારે યુક્રેનને યુરોપિયન સંઘ(ઈયુ)માં જોડાવવા માટે ઉમેદવારનો દરજ્જો આપવાની ભલામણ કરી છે.જેથી તે ભવિષ્યમાં ૨૭ દેશના આ સંગઠનનો હિસ્સો બની શકે.યુક્રેનને ઈયુનું સભ્યપદ આપવાનો હેતુ યુદ્ધમાં અટવાયેલા આ દેશને શાંતિનો સંકેત આપે છે.જોકે,ઈયુના સભ્યપદનું આ માત્ર પહેલું પગલું છે અને યુક્રેનને ઈયુના સભ્ય બનતા ઘણા વર્ષો લાગી શકે.રશિયાએ તાજેતરમાં પૂર્વ ડોનબાસ વિસ્તારમાં હુમલા વધાર્યા છે.તેને લીધે ત્યાંના રહેવાસીઓની હાડમારીમાં વધારો થયો છે અને ભાવિ અનિશ્ચિત બન્યું છે.ગુરુવારે લિસીચેન્સ્ક પર રશિયાના હુમલા પછી એક વૃદ્ધ રહેવાસી વીરા મીડિન્ટ્સેવાએ જણાવ્યું હતું કે,“અમે વૃદ્ધ છીએ અને અન્ય સ્થળે જવાનો વિકલ્પ નથી.

યુરોપિયન યુનિયનના ચાર નેતાએ ઈયુમાં યુક્રેનના સભ્યપદને ટેકો આપ્યો હતો.ત્યાર પછી યુરોપિયન કમિશન દ્વારા કરાયેલી ભલામણ પહેલું પગલું છે.ઈયુના સભ્ય દેશો આગામી સપ્તાહે બ્રસેલ્સ ખાતેના સમિટમાં આ ભલામણની ચર્ચા કરશે.યુક્રેનને ઈયુમાં સામેલ કરવા તમામ સભ્યદેશોની સંમતિ જરૂરી છે.રશિયા સાથેના યુદ્ધને કારણે યુરોપિયન યુનિયનની સરકારો પર યુક્રેનના ઉમેદવારી સ્ટેટસની પ્રક્રિયા ઝડપી બનાવવા દબાણ વધ્યું છે,છતાં આ પ્રક્રિયાને ઘણા વર્ષો લાગી શકે.હજુ પણ નવા સભ્યોને નાટોમાં કેટલા ઝડપથી સામેલ કરવા એ મુદ્દે યુરોપિયન યુનિયનના સભ્યોમાં મતભેદ છે.યુક્રેનની નેવીએ શુક્રવારે બ્લેક સીના વ્યૂહાત્મક ટાપુ પર એર ડિફેન્સ સિસ્ટમ લઇ જતી રશિયાની નૌકા પર હુમલો કર્યો હતો.

Share Now