સુરત : તા.18 જુન 2022,શનિવાર : સુરતના મોરા ગામ રિલાયન્સ કંપની નજીક ચા-નાસ્તાની હોટલ ધરાવતો યુવાન શુક્રવારે રાત્રે જમવાનું લેવા બહાર ગયો હતો ત્યારે તેની પત્નીને એકલી ભાળી બાજુમાં પંચરની દુકાન ધરાવતા યુવાને ફ્રીઝમાંથી પાણીની બોટલ લેવા આવી તેનો હાથ પકડી અડપલાં કરી કીસ કરી છેડતી કરતા ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો યુવાન પત્ની અર્ચના(ઉ.વ.26,નામ બદલ્યું છે)સાથે છેલ્લા આઠ મહિનાથી મોરા ગામ રિલાયન્સ કંપની નજીક ચા-નાસ્તાની હોટલ ધરાવે છે અને ત્યાં જ રહે છે.ગતરાત્રે 11 વાગ્યે હોટલ બંધ કરી યુવાન બહાર જમવાનું લેવા ગયો હતો ત્યારે અર્ચના રસોડામાં ગેસ ઉપર બટાકા બાફવા મૂકતી હતી.તે સમયે બાજુમાં પંચરની દુકાન ધરાવતો મહેંદી હસન મો.આરીફ શા(ઉ.વ.21) હોટલમાં આવ્યો હતો અને પાણીની બોટલ જોઈએ છે કહી ફ્રીઝમાંથી બોટલ લીધા બાદ રસોડામાં અર્ચના પાસે આવ્યો હતો.
મહેંદી હસને અર્ચનાનો હાથ પકડી છાતીના ભાગે હાથ ફેરવી કીસ કરી હતી અને કમરના ભાગે પકડી બ્લાઉઝ ખોલી નાંખવા કહેતા ગભરાયેલી અર્ચનાએ તેનું ચુંગાલમાંથી છૂટવાની કોશિશ કરી બુમાબુમ કરતા તે ભાગી ગયો હતો.પતિ જમવાનું લઈ પરત ફરતા અર્ચનાએ બનાવની જાણ કરી હતી.તેણે પોલીસને જાણ કરતા ઈચ્છાપોર પોલીસે મહેંદી હસન વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.