સિવિલમાં જોડિયા બાળકોની માતા ઘરે ન્હાવા ગઇ અને દુઃખાવો થતા ત્યાં જ સૂઇ ગઇ હતી

123

સુરત : નવી સિવિલમા અડાજણની મહિલાએ બાળકી અને બાળક એમ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યા બાદ વોર્ડમાંથી જતી રહેતા દોડધામ મચી ગઇ હતી.જોકે,માતા ઘરે ન્હાવા ગઇ હતી અને દુઃખાવો થતા ઘરે સૂઇ ગઇ હતી.આજે તે સંતાનો પાસે આવી ગઇ હતી.અડાજણ ખાતે હરિ ચંપા પાસે ઝુપડપટ્ટીમાં રહેતી ૩૫ વર્ષીય રેણુ મહેશ વણઝારા બુધવારે મોડી રાત્રે નવી સિવિલ હોસ્પિટલા પ્રસુતિ થતા એક બાળક અને એક બાળકી એમ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.એક બાળકનું વજન ઓછું હોવાથી એનઆઇસીયુમાં દાખલ કરાયો હતો.અને બાળકી મહિલા પાસે હતી.ગુરુવારે સવારે મહિલા અચાનક વોર્ડમાંથી ગાયબ થઇ ગઇ હતી.

નર્સિંગ સ્ટાફે શોધખોળ કરવા છતા નહી મળતા બાળકોને તરછોડીને જતી રહી હોવાની આશંકાથી સિવિલની પોલીસને જાણ કરાઇ હતી.તપાસકર્તા ખટોદરા પોલીસના પીએસઆઇ એમ.એન.પરમાર અને ટીમે ગુરુવારે રાતે મહિલાએ આપેલા એડ્રેસની આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી.પણ તેનો પત્તો મળ્યો નહોતો.દરમિયાન આજે સવારે મહિલા જાતે જ બાળકો પાસે પરત આવી ગઇ હતી.તેણે કહ્યું કે,ઘર પાસેના શૌચાલતમાં નહાવા ગઇ હતી.પણ દુઃખાવો ઉપડતા ઘર પાસે બંધ દુકાનની સામે સૂઇ ગઇ હતી.

જોડિયા બાળકોની માતા પરત આવતા નર્સિંગ સહિતના સ્ટાફમાં બેવડી ખુશી જોવા મળી હતી.નર્સિગ એસો.ના કડીવાલા,કિરણભાઇ,નિલેશ,વિરેન સહિતના નર્સિગ સ્ટાફે મહિલાને પ્રોસ્ટીક કિટમાં ધી,ગોળ,ખજુર સહિતનો સમાવેશ થાય છે.બંને બાળકો અને મહિલાને કપડા આપી,આર્થિક મદદ કરી હતી.વોર્ડમાં મહિલા દાખલ રહે ત્યાં સુધી ભોજન,ચા-નાસ્તો,સેવાચાકરી નર્સિગ સ્ટાફ અને વર્ગ-૪ના કર્મચારી કરશે. કાઉન્સેલીંગ કરાશે એમ નર્સિગ એસો.ના ઇકબાલ કડીવાલે કહ્યુ હતુ.

Share Now