કતારગામમાં એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે બેલ્ટ તૂટતા બે શ્રમિક યુવાનના મોત

126

સુરત : કતારગામ જૂની જી.આઇ.ડી.સીમાં ગુરૃવારે મોડી રાતે કાપડ યુનિટમાં ત્રીજા માળે એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા બે શ્રમજીવી યુવાનના મોત નીંપજયા હતા.સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશના ફતેપુરના વતની અને હાલમાં અમરોલી કોસાડ રોડ પર વેદાંત ઇવા ખાતે રહેતો ૧૯ વર્ષીય સંદિપ વસંતલાલ પ્રજાપતિ અને શિવકરણ દેસરાજ પ્રજાપતિ(ઉ-વ-૨૮)ગુરૃવારે મોડી રાતે કતારગામ જૂની જીઆઇડીસીમા કિશન આર્ટ નામની કાપડ યુનિટમાં ત્રીજા માળે ક્રેઇનની મદદથી એમ્બ્રોઇડરી મશીન ચઢાવી રહ્યા હતા.

તે સમયે અચાનક મશીનનો બેલ્ટ ખુલી જતા મશીનનું બેલેન્સ ખોરવાયું હતુ.જેથી ત્રીજા માળે ઉભેલો સંદિપ શટર અને મશીન વચ્ચે દબાઇ જતા ગંભીર ઇજાથી મોત નીંપજયુ હતુ.જયારે એમ્બ્રોઇડરી મશીન સાથે ઉભેલો શિવકરણ મશીન સાથે નીચે પટકાતા મોત થયું હતું.કતારગામ પોલીસને જાણ થતા ત્યાં પહોચી કાર્યવાહી કરીને બંનેના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયારે બંને જણા મજુરી કામ કરતા હોવાનું જાણવા મળે છે.

Share Now