૨૧ જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે તૈયારી સુરતમાં ૧૦ લાખ લોકો યોગ કરી નવો રેકોર્ડ સ્થાપીત કરશે

128

સુરત : ૨૧ જૂન’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના રોજ સુરતમાં યોગા ફોર હ્યુમનીટી થીમ પર ૧૦ લાખ લોકો યોગ કરીને નવો રેકોર્ડ સ્થાપીત કરશે.કોરોના પહેલા ૨૦૧૯માં ૭ લાખ લોકોએ યોગ કર્યા હતા.વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે માહિતી આપતા મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે,આ વર્ષે સુરત એરપોર્ટ આઈકોનિક રોડ પર આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી થશે.આ કાર્યક્રમમાં ૩૦૦૦ કરતા પણ વધુ લોકો જોડાશે તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઓન લાઈન જોડાશે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત-ગુજરાત સરકારના માનવતા માટે યોગા થીમ પર યોગમાં જોડાવા મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને અપીલ કરાઇ છે.સુરત શહેરમાં ૪૯ સ્થળોએ યોગ દિવસની ઉજવણી થશે. જેમાં ૬૦થી વધુ સંસ્થાઓ અને ૧૦ લાખ લોકો ભાગ લે તેવું આયોજન કરાઇ રહ્યુ છે.આ ઉપરાંત મ્યુનિ.ના કોમ્યુનિટી હોલ,પાટી પ્લોટ,સ્પોર્ટસ કોમ્પલેક્ષ તેમજ શહેરમાં ખાનગી હોલ,ખાનગી સંસ્થા,સરકારી તથા ખાનગી શાળા-કોલેજો,સમાજની વાડી,બાગ-બગીચા,પાટી પ્લોટ,ખુલ્લા મેદાનો વગેરે સ્થળો પર યોગ દિનની ઉજવણી કરાશે.

Share Now