નવી દિલ્હી : ભારતમાં કોઇ ને કોઇ આંદોલન કે વિરોધ પ્રદર્શનો હિંસાનું સ્વરુપ લઇ રહ્યા છે.જેનાથી દેશને આર્થિક નુકસાન પણ થઇ રહ્યું છે.તાજેતરની રિપોર્ટ અનુસાર ભારતમાં સીએએ,કૃષિ કાયદા,નૂપુર શર્માનો વિવાદ બાદ હવે સૈન્ય માટે લાવવામાં આવેલી અગ્નીપથ યોજનાના વિરોધમાં થયેલી હિંસાથી ભારતને ૬૪૬ અબજ ડોલરનું નુકસાન થયું છે.
હિંસાની આ ઘટનાઓને કારણે જ ગ્લોબલ પીસ ઇંડેક્સમાં ભારત ૧૬૩ દેશોની યાદીમાં ૧૩૫માં સ્થાન પર છે.જ્યારે ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન અને ચીન ૫૪મા અને ૧૩૮માં સ્થાન પર છે. અત્યાર સુધીમાં આંદોલનો દરમિયાન થયેલી હિંસાથી ભારતને ૬૪૬ અબજ ડોલરનું નુકસાન થઇ ચુક્યું છે.નિષ્ણાતોના મતે આટલા પૈસાથી દેશનું બજેટ વધારી શકાય તેમ હતું અને કલ્યાણકારી યોજનાઓ લાગુ થઇ શકે તેમ હતી.
ભારતમાં હિંસાને કારણે આર્થિક ભારણ જીડીપીના છ ટકા છે.એટલે કે ભારતની જેટલી જીડીપી છે તેનો છ ટકા હિસ્સો હિંસાની આગમાં નષ્ટ થઇ ગયો.છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં વિવિધ મુદ્દે હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે.જેને કારણે કરફ્યૂ,ઇંટરનેટ,શટડાઉન જેવા આકરા પગલા પણ ઉઠાવવા પડયા છે.આ ઉપરાંત આતંકવાદ,નક્સલવાદ હુમલાઓને કારણે પણ દેશને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે.હાલમાં જ ૨૦૨૨નો રિપોર્ટ જારી થયો જે મુજબ આઇસલેંડ વિશ્વનો સૌથી શાંતિ દેશ જાહેર કરાયો છે.બીજા સ્થાન પર ન્યૂઝીલેંડ અને ત્રીજા સ્થાન પર આયરલેંડ છે.જ્યારે સૌથી અશાંત દેશોમાં અફઘાનિસ્તાન ટોપ પર છે. ૧૬૩ દેશોની યાદીમાં અફઘાનિસ્તાનને અંતીમ સ્થાન મળ્યું છે.