નવી દિલ્હી : દેશમાંથી તેલિબિયા ખોળની નિકાસ એપ્રિલ મહિનામાં 12 ટકા વધીને 2,55,453 લાખ ટન થઈ હતી.સરસવ તેલિબિયા ખોળની નિકાસ નોંધપાત્ર વધી હતી.ગુજરાતના કંડલા બંદર પરથી સૌથી વધુ 34 ટકા(1,99,377 ટન)નિકાસ થઈ હતી.બીજા ક્રમે મુન્દ્રા પોર્ટ પરથી 29 ટકા(1,70,923 ટન)નિકાસ થઈ હતી.સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન(SEA)ઓફ ઈન્ડિયાએ આ આંકડા જાહેર કર્યા હતા.ગત વર્ષે આ ગાળામાં નિકાસ 2,28,319 ટન હતી.
એપ્રિલ-મે દરમિયાન તેલિબિયા ખોળની નિકાસ 11 ટકા વધીને 5,89,425 ટન થઈ હતી,જે ગત વર્ષે આ ગાળામાં 5,32,024 ટન હતી.આ બે મહિનામાં સરસવ તેલિબિયા ખોળની નિકાસ 45 ટકા વધીને 3,98,355 ટન થઈ હતી,જે ગત વર્ષે આ બે મહિનામાં 2,74,692 ટન હતી.બીજી તરફ સોયાબીન તેલિબિયા ખોળની નિકાસ સૌથી ઓછી થઈ છે,કારણ કે ભારતમાં ભાવ ખૂબ ઊંચા છે અને વૈશ્વિક બજારમાં ભાવ નીચા છે.ભારતમાં ભાવ 720 ડોલર છે,જ્યારે આર્જેન્ટિનાનું સોયા તેલિબિયા ખોળ 532 ડોલર અને બ્રાઝિલનું 525માં વેચાય છે.
ભારતીય તેલિબિયા ખોળની નોધપાત્ર ખરીદી સાઉથ કોરિયાએ કરી છે.આ બે મહિના દરમિયાન તેણે 2,16,739 ટન તેલિબિયા ખોળની આયાત ભારતમાંથી કરી છે,જે ગત વર્ષે આ ગાળામાં 1,79,115 ટન હતી.તેમાં સરસવ તેલિબિયા ખોળની 1,83,325 ટન આયાત થઈ હતી.વિયેતનામે 1,25,597 ટન તેલિબિયાની ખોળની 1,25,597 ટન આયાત કરી હતી,જે ગત વર્ષે આ બે મહિનામાં 85,636 ટન હતી. થાઈલેન્ડે 61,539 ટન ખોળની આયાત કરી હતી જેમાં સાધારણ ઘટાડો થયો હતો.ઉલ્લેખનીય છે ક સાઉથ કોરિયા,વિયેતનામ,થાઈલેન્ડ,બાંગ્લાદેશ અને તાઈવાન ભારતીય તેલિબિયા ખોળની ખરીદી કરનારા અગ્રણી દેશો છે.અગાઉ દેશમાંથી તેલિબિયા ખોળની નિકાસ એપ્રિલ મહિનામાં 10 ટકા વધીને 3.34 લાખ ટન થઈ હતી.એપ્રિલમાં પણ સરસવ તેલિબિયા ખોળની નિકાસ નોંધપાત્ર વધી હતી.