સુરતમાં વરસાદ સાથે પાણીજન્ય બીમારીઃ ઝાડા-ઉલ્ટી થતા પાંડેસરાના યુવાનનું મોત

122

સુરત : ચોમાસાની તુ શરૃ થતા ડેન્ગ્યુ,તાવ,મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો જોવા મળે છે.ત્યારે પાંડેસરાના 21 વર્ષના યુવાનનું ઝાડા-ઉલ્ટીને લીધે મોત થયું છે.સિવિલ-સ્મીમેરમાં જુન મહિનામાં અત્યારસુધી ડેન્ગ્યુ,મેલેરિયા,તાવ,ગેસ્ટ્રોના 670 દર્દીએ સારવાર લીધી છે.નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં તેરેનામ ચોકડી પાસે પુનિત નગરમાં રહેતો 21 વર્ષીય રોહિત રમેશ શર્માને શુક્રવારથી ઝાડા-ઉલ્ટી થવાની શરૃ થઇ હતી.જોકે આજે સવારે તેની તબિયત બગડતા સારવાર માટે પરિવારના સભ્યો નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

સુરત શહેરમાં હાલમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે બીજી તરફ વરસાદ શરૃ થતા સુરતમાં કેટલાક વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ધીરે-ધીરે વકરી રહ્યા છે.જ્યારે જુન મહિનામાં આજ દિન સુધીમાં સિવિલમાં 4 ડેન્ગ્યુના,17 મલેરિયા,100 તાવ અને 15 ગેસ્ટ્રોના દર્દી અને સ્મીમેરમાં 3 ડેન્ગ્યુના,19 મલેરિયા,470 તાવ અને 42 ગેસ્ટ્રોના દર્દીઓ સારવાર માટે આવ્યા હતા.આ સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં સપડાતા ઘણા વ્યક્તિઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને દવાખાનાઓમાં સારવાર અર્થે જઈ રહ્યા હોવાનું સુત્રો જણાવ્યુ હતુ.

Share Now