આવી ગયું મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મીઠુ’નું ટ્રેલર, જોરદાર શોટ્સ મારતી જોવા મળી તાપસી

118

મુંબઈ : તા.20 જૂન 2022,સોમવાર : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 વર્ષની કરિયર ધરાવતી મહિલા ખેલાડી મિતાલી રાજની બાયોપિક’શાબાશ મીઠુ’નું ટ્રેલર લોન્ચ કરી દેવાયું છે.વાયકોમ18 સ્ટુડિયોઝની ‘શાબાશ મીઠુ’ આગામી 15 જુલાઈના રોજ સિલ્વર સ્ક્રીન પર રીલિઝ માટે તૈયાર છે.ઉલ્લેખનીય છે કે,ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નવી ઉંચાઈએ પહોંચાડનારા મિતાલી રાજે થોડા સમય પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.કેપ્ટન તરીકે સૌથી વધારે જીત નોંધાવવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે જ છે.

આજે લોન્ચ કરવામાં આવેલા ટ્રેલરમાં બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નુ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજના રોલમાં ખૂબ જ દમદાર અસર ઉભી કરી રહી છે.ટ્રેલરની શરૂઆતમાં મિતાલી રાજ બનેલી તાપસી પન્નુ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચોગ્ગા-છગ્ગા મારતી જોવા મળે છે.તાપસીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ ટ્રેલર શેર કર્યું છે.તાપસીએ કેપ્શનમાં લખ્યું હતું કે,નામ તો તમે જાણો જ છો,હવે મિતાલીને લિજેન્ડ બનાવવા પાછળની વાર્તા જોવા માટે તૈયાર થઈ જાઓ.’ધ જેન્ટલમેન્સ ગેમ’ને નવી રીતે પરિભાષિત કરનારી મહિલાની કહાનીને તમારા સમક્ષ રજૂ કરતા સન્માન અનુભવી રહી છું.’શાબાશ મીઠુ’15 જુલાઈ.’

Share Now