થોડા દિવસ પહેલા જ તેની હિંદુ વિરોધી પોસ્ટો વાઇરલ થતાં પોતાનું ફેસબૂક ડિલીટ કર્યું હતું.હિંદુફોબીક પત્રકાર મહોમ્મદ ઝુબૈરના ફેસબુક એકાઉન્ટ ડીલીટ થયા બાદ પણ તે સતત સનાતાનીઓના નિશાના પર જોવા મળી રહ્યો છે.નેમ અને ફેમની ભૂખ ભાંગવા માટે ઝુબૈર છેલ્લા ઘણાં સમયથી હિંદુ સંસ્કૃતિ અને લાગણીઓને ઠેસ પહોંચે તે પ્રકારનું ઝેર પોતાના સોસિયલ મીડિયામાં ઓકતો નજરે પડતો હોય છે,અવાર-નવાર ધાર્મિક ભાવનાઓ પર થતા પ્રહારો બાદ લોકોનો સંયમ હવે ખૂટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
હાલ ટ્વીટર પર હિંદુફોબીક પત્રકાર મહોમ્મદ ઝુબૈરના ધરપકડની માંગ સાથે #BanAltNews અને #ArrestBlasphemerMdZubair ટ્રેન્ડ કરી રહ્યા છે, લોકો આ હેશટેગ ટ્રેન્ડ કરીનો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.એક ટ્વીટર યુઝર મહોમ્મદ ઝુબૈરની હિંદુ ધર્મની મજાક ઉડાવતી ટ્વીટર પોસ્ટના સ્ક્રીનશોટનો રેફરન્સ મુકીને કહે છે કે Alt ન્યુઝ તેના ફેક એકાઉન્ટ બનાવીને ફેક ન્યૂઝનો પ્રચાર કરે છે અને જયારે તેનો વિરોધ થાય ત્યારે એકાઉન્ટ ડીલીટ કરીને ભૂગર્ભમાં ઉતરી જાય છે.જેના કારણે તપાસમાં કોઈ વ્યક્તિ સામે નથી આવી શકતી.આવા જુઠા સમાચાર ફેલાવનાર ન્યુઝ એજન્સીને બેન કરવી જોઈએ.
વર્ષ 2018માં ઝુબૈરે પોતાના એકાઉન્ટ પરથી 2014માં બનેલી ભાજપ સરકારને ઘેરવા માટે પોતાની આછી માનસિકતા દર્શાવતી એક પોસ્ટ કરી હતી.જેમાં તેણે એક ઈમારત પર હનુમાન હોટલ નું બેનર મરેલો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે “2014 પહેલા હનીમુન હોટલ, 2014 બાદ હનુમાન હોટલ” દેખીતી રીતે થયેલા ભગવાન હનુમાનજી પર અભદ્ર પોસ્ટ પર એક યુઝરે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઝુબૈર દ્વારા હિંદુ ધર્મના અપમાન બદલ લોકોને એક થઈને ઝુબૈર જેવા વ્યક્તિ વિરુદ્ધ અવાજ ઉઠાવી તેમને સજા અપાવવાની માંગ કરી હતી.
તાજેતરમાં મુબઈ પોલીસ દ્વારા હનુમાન ચાલીસના પાઠ કરવા પર રાણા દંપતી પર કેસ અને નુપુર શર્મા વિરુદ્ધ જુઠાણા ફેલાવનાર ઝુબૈર ફરિયાદ દાખલ કરવા પર મુબઈ પોલીસના ઇનકાર બાદ એક યુઝર આક્રોશ ઠાલવતા જોવા મળી રહ્યા છે,સાથે જ લખે છે કે પવાર પર પોસ્ટ કરનાર કેતકી એક મહિનાથી જેલમાં છે, જુબૈરની ધરપકડ કરો.
અખિલેશ યાદવના મહંમદ જીણાના વિવાદિત નિવેદન બાદ ‘ધ વાયર’ અને મહમ્મદ ઝુબૈર સંચાલિત ‘ઓલ્ટ ન્યુઝ’ એજન્સીએ ખોટા સમાચાર કહ્યા બાદ 12 નવેમ્બર 2021 ના રોજ એક મીડિયા સમૂહ દ્વારા દ્વારા પ્રકાશિત થયેલા લેખના હેડલાઈનનો સ્ક્રીન શોટ શેર કરીને એક યુઝર જુઠાણા ફેલાવતી ઓલ્ટ ન્યુઝ એજન્સીને પ્રતિબંધિત કરવાની માંગ કરી હતી.
મહોમ્મદ ઝુબૈરે 6 સપ્ટેમ્બર 2018 ના રોજ ફરી એક વખત હિંદુ દેવતા ભગવાન હનુમાનજીનું અપમાન કરીને હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી હતી.જેમાં તેણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પોસ્ટર અને ભાજપનાં જંડા પાસે શાંતિથી બેઠેલા બે કપિરાજ નો ફોટો શેર કરીને લખ્યું હતું કે “બજરંગ બલીની આરતી કરો, હનુમાન ચાલીસના પાઠ કરો વાંદરા નુકશાન નહિ પહોંચાડે” તેના આ હિંદુ ધર્મ પર કરાયેલા વ્યંગ વાળી પોસ્ટ એક યુઝરે શેર કરીને હિન્દુફોબીક પત્રકાર ઝુબૈરની ધરપકડની માંગ કરી હતી.
ભાજપ પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા પર તથાકથિત ઈશનિંદાના આરોપ બાદ તેમનું ‘સર કલમ’ કરવા વાળાને 20 લાખના ઇનામની ઘોષણા પર તેણે ‘ગુસ્તાખ-એ-રસુલ’ કહીને મુસ્લિમોને ઉશ્કેરવા વાળા ઝુબેરને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ સાથે એક યુઝરે Opindia ની હેડલાઈન શેર કરી હતી.
રામ મંદિર વિરુદ્ધ પ્રપંચ રચવા વાળો મો. ઝુબૈરના ખોટા સમાચાર પ્રસિદ્ધ થયા બાદ થયેલા વિવાદ પછી ઝુબૈર પોસ્ટ ડીલીટ કરીને ભાગવા પર એક યુઝરે ઝુબૈરને પ્રોપગેંડાકાર અને હિંદુ ધર્મનું અપમાન કરવા પર હવે કડક પગલા લેવાનો સમય આવી ચુક્યો છે,તેમ લખીને ઝુબૈરની ઓલ્ટ ન્યુઝ એજન્સી પ્રતિબંધિત કરવાની માંગ સાથે તેની ધરપકડ કરવાની અપીલ કરી હતી.
ભૂતકાળથી લઈને અત્યાર સુધી ઓલ્ટ ન્યુઝ એજન્સીનો ઇસ્લામીસ્ટ પત્રકાર મોહમ્મદ ઝુબૈર અગણિત વખત હિંદુ ધર્મની લાગણીઓ દુભાય અને સંસ્કૃતિ આહત થાય તેવા કારનામા કરતો રહ્યો છે,જેને મીડિયા ઉજાગર કરતું રહ્યું છે.તેવામાં લોકોની સહનશક્તિનો અંત આવે તે સ્વાભાવિક છે.અવારનવાર છંછેડાયેલી લાગણીઓ હવે અગન જવાળા બનીને ભભૂકી ઉઠી છે.લોકોનો આક્રોશ અને ગુસ્સો હવે ચરમ સીમા પર જોવા મળી રહ્યો છે.