સુરત : બારડોલીની પી.આર.બી આર્ટસ અને કોર્મસ કોલેજના કેમ્પસમાં ખાનગી યુનિવર્સિટીના બેનરો લગાડતા છાત્ર યુવા સંધર્ષ સમિતિ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવીને ૨૪ કલાકમાં બેનરો હટાવવા માટે અલ્ટીમેટમ આપ્યુ છે.
નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી બારડોલીની પી.આર.બી આર્ટસ અને પી.જી.આર કોર્મસ કોલેજ કેમ્પસમાં ખાનગી યુનિવર્સિટીના બેનરો લાગવા સામે છાત્ર યુવા સંધર્ષ સમિતિ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે કેમ્પસમાં બેનરો લગાડવામાં આવ્યા છે.અને પ્રચાર-પ્રસાર માટે ફેકલ્ટી પણ બેસાડવામાં આવી છે.ત્યાં નો આ માહોલ જોતા એવુ લાગી રહ્યુ છે કે સતાધીશો ના દ્વારા ખાનગી કરણને પોત્સાહન આપવામાં આવી રહ્યુ હોઇ તેવુ લાગી રહ્યુ છે.આથી ૨૪ કલાકની અંદર સતાધીશો દ્વારા જે બેનરો હટાવવામાં નહીં આવશે તો વિદ્યાર્થીઓ દ્વારા બેનરો હટાવવામાં આવશે.અને આ ઘટના દરમ્યાન જો કોઇ અનીચ્છનીય બનાવ નહીં બને તો સંર્પૂણ જવાબદારી સતાધીશો અને યુનિવર્સિટીની રહેશે.