સુરત : સુરત મ્યુનિ.વિસ્તારમાં દોઢેક વર્ષ પહેલા સમાવાયેલી અમરોલી-સાયણ રોડની અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સોસાયટીના સભ્યો દ્વારા રસ્તાના કામ તાકીદે પુર્ણ કરવાની માગ સાથે મોરચો કઢાયો હતો. કામ ન થાય તો કાયદાકીય લડતની ચીમકી અપાઇ હતી.
મ્યુનિ.ના કતારગામ ઝોનમાં આવતી અંજની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના સભ્યોએ આજે કતારગામ ઝોન પર મોરચો માંડયો હતો.સોસાયટીના સભ્યોએ આક્ષેપ કરતા કહ્યું હતું અહી મોટા-મોટા ખાડા પડયા છે જે મ્યુનિ.પુર્યા ન હોવાથી સોસાયટીએ પોતાના ખર્ચે પુરાવવા પડયા છે.આવા રોડને લીધે અકસ્માતની શક્યતા છે.મ્યુનિ.તંત્ર રોડ તાત્કાલિક રીપેર નહી કરે તો કાયદાકીય લડત અપાશે.બીજી તરફ કતારગામ ઝોને જણાવ્યું કે,આ નવા વિસ્તારમાં તબક્કાવાર પ્રાથમિક સુવિધા અપાઇ રહી છે.હાલમાં ડ્રેનેજની કામગીરી ચાલીરહી છે.અન્ય સુવિધા આપવાની બાકી છે તે સંજોગો રોડ બનાવી શકાય નહી.સોસાયટીને સમસ્યા છે તે રોડનું કામચલાઉં રીપેરીંગ કરાશે.